________________
ધન્ય દિવસ ધન્ય એ ઘડી દે શ્રીગિરિરાજ, સુણતાં ગુરૂમુષ શાસ્ત્રમાં પાયે પરતષિ આજ.
છે ઢાલ ૮ : રામચંદકે બાગ ચંપા મેર રહ્યો રી; એ દેશી. તિણ દેશમેં માસ વસંત આયે સબ મન ભાયે, ફૂલી ફલી વનરાય મલયપવન પણ વા. ' અંબ કદંબ તમાલ સરસ ફૂલની વાસા માંજર દેવી મનમાંહિ કેયલ બાંધી આસા. કટહલ વડહલ નામ રાયણ રૂડાં કેળાં, વડ પીંપલ વિસ્તાર ચાળીસું ભેલાં. ' વંશજાલ કચનાલ નોલેરી જંભિરી; પૂગી કરણા રંગ લાંબી સરલ ખજૂરી. તાડ ચંપક ને અશેક ફૂલ્યા લાલ પલાસા અષરેટ અવલ અનાર કેતકી ફૂલ સુવાસા. મેગેરે માલતિ જાય દમણે મરૂઓ જાણે, લાલ ગુલાબ સુવાસ સેવંત્રી-સેલ વષાણે. મલયાચલ મચકુંદ ચંદન વાસ ભલેરી સરલ સાગને સાલ ધવલ બદરી ગંગેરી. આંબલી લીંબુ રસાલ વેલ કેફલ સોહે; વનરી એ ઈહ ભાંતિ દેવી જન મન હે. હાથીની ઉતપત્તિ પહિલી ઈણ ગિર સુણિઈ;
દીઠે પરતષિ વાત તાસ હિવઈ ભણિઈ. વાઘ વડા વિકરાલ વલી વાનરના ટેળા; સામરસીંગા જીવ હિeણ રોઝ ફરે દોલા. આરણા ભેંસા અને ગુંડા ગજસમ સહે;
૫
-