________________
હાલ દા
મંગલ કમલાના કંદની, એ દેશી. પટણથી કેસ પંચાસ રે વૈકુંઠપુરી સુભ વાસ રે, શ્રાવક સે જિનરાજ રે દેહરાસર વંદા પાજ રે. તિહાંથી દશ કેમેં જાણું રે ગામ નામેં ચાડ વષાણ એક ભગવંતદાસ શ્રીમાલ રે નિત પૂજા કરે સુવિશાલ રે. ૨ દેહરાસર દેવ જુહાર રે વલી રણની પ્રતિમા નિહાર રે, વંદી જિનજીના પાય રે જસ વઘાં શિવસુષ થાય છે. ૩ ગંગાજીને મધ્યભાગ રે એક ડુંગરી દીસે ઉદાર રે, તિહાં દેહરી એક પવિત્ર રે પ્રતિમા જિન પ્રથમની નીત રે. ૪ કહે અષ્ટાપદની રીત રે ગંગા મધ્ય થઈ પ્રતીત રે, મિથ્યાતિ સ્રાંન વિચાર રે માંને ઉરવાહે નિરધાર રે.. ૫ તિહથી દક્ષિણ કેસ ત્રીસ રે જિહાં વૈજનાથ છે ઈસ રે કાવડિયા ગંગા નીર રે લેઢાઈ લેઈ શરીર રે. તે જિહાં ગિરથી જબ જાય રે દશ કેશે મારગ થાય રે, ચંપા ભાગલપુર કહેવાય રે વાસપૂજ્ય જનમ તિહાંઠાય રે. ૭ ચંપામાં એક પ્રાસાદ રે શ્રીવાસપૂજ્ય ઉદાર રે, પૂજ્યા પ્રભુજીના પાય રે કીધી નિજ નિર્મલ કાય રે. ૮ ચંપા ભાગલપૂર અંતરાલ રે એક કેશતણે છે વિચાલ રે, વિચે કરણરાયને કોટ રે વહે ગંગાજી તસ એટ રે. કેટ દક્ષિણ પાસ વિશાલ રે જિહાં જિન પ્રાસાદ રસાલ રે મોટા દઈ માણકથંભ રે દેવી મન થયે અચંભ રે. તિહાંના વાસી જે લેક રે બોલેં વાણી ઇંડાં ઈમ ફેક રે, એ વિષ્ણપાદુકા જાણ રે અતિ ઝરણ છે કમઠાણ રે. ૧૧ તિહાં થંભની ઠામ હેય રે પંચકલ્યાણક જિન જોય રે, ઉદ્ધાર થયા ઈણે ઠામ રે કહિછ કિણ કિશુરા નામ રે.
૧૧