SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ માતા સે શિક્ષકે કરતાં પણ વધારે છે. વસ્તુતઃ શાળામાં જે કાર્ય સો શિક્ષકથી ન થઈ શકે તે કાર્ય એક ગૃહમાં માતા ઘણી સહેલાઈથી કરી શકે છે. ઈતિહાસ તરફ દ્રષ્ટિ કરવાથી જણાશે કે જગવિખ્યાત મહાપુરૂષેની મહત્તા મહોટે ભાગે તેમની માતાઓના શિક્ષણ, ઉપદેશ અને ચારિત્રને જ આભારી હતી. તેમની સનેહમયી માતાઓએ જે સદગુણે તેમને સ્તનપાનની સાથે આત્મામાં ઉતારી દીધા હતા તેજ સદ્દગુણોના પ્રતાપે તેઓ જગતમાં અમર કીર્તિ છે. પ્રાપ્ત કરી ગયા છે. , ખરેખર, માતાનું પદ બહુ જ ગેરવવાળું છે. ! { જે જાતિ માતૃપદની મહત્તા સમજી તેની સાર્થકતા કરવા કટિબદ્ધ થાય છે તે જાતિ અનેક ધીર-વીરછે જ્ઞાની અને સચ્ચરિત્ર પુરૂષને જન્મ આપી સંસા રને સ્વર્ગતુલ્ય બનાવી શકે છે. તેથી ઉલટું માતાના દેષને લીધે સંતાનનું જ્યાં અનિષ્ટ થતું હોય, પરિ. આ વારના દોષને લીધે સંતાનેનું જીવન જ્યાં કલંકિત થતું હોય અને સામાજીક દેને લીધે સંતાનનું જ્યાં અધ:પતન થતું હોય ત્યાં સંસાર નર્કનું સ્વરૂપ ધારણ કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી. જેવી રીતે માતાના ગર્ભમાં સંતાનનું રક્ષણ થાય છે અને માતા U ના દૂધથી પિષણ થાય છે. તેવીજ રીતે માછે તાના દાંતથી સંતાનનું ચારિત્ર પણ સંગઠિત થાય ૫૮
SR No.005677
Book TitleSakhi
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherStree Sukh Darpan Shravika Office
Publication Year1975
Total Pages82
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy