________________
પણને કેળવી પુરૂષો આપણી પાસેથી વધારે સારા કાર્યની આશા રાખે છે એમ કેમ ન કહી શકાય ? જોકે બધાજ પુરૂષા સ્વાથી અને મતલખી હોય છે એમ હું કહેતી નથી. મારી કહેવાની મતલમ તે એટલીજ છે કે આપણે પોતે આપણું હિત વિચારી નક્કી કરવુ' જોઇએ. નહીં તેા અત્યારે અંગ્રેજ અમલદારા જેમ કહે છે કે-“ તમારે હિન્દીઓને ઉચ્ચ કેળવણી લઈ શું કરવું છે? તમારે રાજનીતિની ચર્ચા કરવાની કે અસ્ત્ર-શસ્ત્ર આદિનુ શિક્ષણ લેવાની જરૂરજ શું છે? અમે બેઠા છીએ કે નહીં ? તમે તે વાંચતાં-લખતાં અને નામું રાખતાં શીખા એટલે ખસ છે ! ” તેવીજ રીતે પુરૂષા પણ આપણને કહેવાના કે—“ તમારે સાહિત્યના કઠિન વિષયે સમજવાની શું જરૂર છે ? તમને ધર્મ-ઈતિહાસ અને અર્થશાસ્ત્રમાં નકામું માથું મારવાની આવશ્યકતા જ શુ છે ? તમે તે સારી રીતે રાંધતા, ભરત-શિવજી કરતાં અને બહુ મહુ તા ઘરના રાજના ખર્ચે મેળ રાખતાં શીખા તે પણુ ઘણુ' છે. અમે બેઠા છીએ ને? તમારે કયાં નેાકરી કરવા જવુ છે ? ” એક ખેડુતના છેકરાને કેઈ કહે કે “ તને વાંચતાં લખતાં શિખવાની જરૂરજ શુ છે ? તું તારે તારી ખેતીવાડીમાં સંપૂર્ણ લક્ષ આપી ઉપજમાં વધારા કરતાં શીખ એટલુજ ખસ છે..” એના અર્થ માત્ર એટલેાજ કે
·