________________
*સખી.ક
આત્મભાન.
(૧)
સખી! મને કાંઈ ઉપદેશ આપવાના અધિકાર છે કે નહીં તે હું જાણતી નથી. હું તમારા કરતાં વયમાં મ્હોટી છું. પરંતુ વાવૃદ્ધ હોવાના કારણેજ હું તમને કાંઇ ઉપદેશ ન આપી શકું. મ્હારા સખાધન ઉપરથી જ તમે જોઈ શક્યાં હશે કે મેં તમને “પુત્રી” કે “કુળલક્ષ્મી”ના વિશેષણથી સમાધવાને બદલે ‘સખી’ શબ્દથી જ સંબધન કર્યું છે. આનુ કારણ ફકત એટલુ જ કે હું તમારા કરતાં વયમાં મ્હાટી છું, તમારા કરતાં વિશેષ વિદુષી છું, તમારા કરતાં વિશેષ અનુભવી છુ' એવા ખાટા અભિમાનથી આ પત્રા લખું છુ એ ખ્યાલ તમારા મગજમાંથી નીકળી જાય. એક સખી જેવી રીતે પેાતાની અન્ય સખીને પેાતાના મનની ગૂઢ વાત, કોઈ પણ પ્રકારના દંભ કે અભિમાન વિનાસ્પષ્ટ રીતે—સ્વાભાવિકપણે કહી સંભળાવે છે તેવીજ રીતે હું પણ મારા અંતરની કેટલીક વાતે તમારી પાસે રજુ કરી કૃતાર્થ થવા માગું છું. તમારા હિતની
====