________________
સપ્તતિકા ટીકાનુવાદ
અર્થ—ગતિ, આનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ, સ્થાવરત્રિક, દુર્ભગત્રિક અને ધૃવેદથી બાર પ્રકૃતિ-કુલ એકેન્દ્રિયને ભવાંતરમાં જતાં એકવીશ પ્રકૃતિને ઉદય હોય છે. શેષ જીવને પ્રકૃતિએને વ્યત્યાસ કરી લે.
ટીકાનુ—-અહિં એકેન્દ્રિનાં ઉદયસ્થાનકે કહેવાના હોવાથી ગતિ-તિર્યંચગતિ, આનુપૂથ્વી-તિર્યંચાનુ પૂળ, જાતિ-એકેન્દ્રિય જાતિ, સ્થાવરત્રિક-સ્થાવર, સૂક્ષમ અને અપર્યાપ્ત, દુર્ભગત્રિક-દુર્ભગ, અનાદેય, અને અપયશ અને ધ્રુવોદય-તેજસ, કાર્મ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ. સઘળી મળી એકવીશ પ્રકૃતિઓને ઉદય એક ભવમાંથી બીજા ભવમાં જતા એકેન્દ્રિયોને હેય છે.
એક ભવમાંથી બીજા ભવમાં જતા એકેન્દ્રિયને બાદર, પર્યાપ્ત અને યશકીર્તિને પણ ઉદય સંભવે છે, એટલે તે પ્રકૃતિએને પણ વારાફરતી એકવીશમાં નાખવી. એટલે એકવીસને ઉદય પાંચ પ્રકારે થાય છે, અર્થાત્ એકવીશના ઉદયના પાંચ ભંગ-વિકલ્પ થાય છે. તે આ પ્રમાણે-બાદર–અપર્યાપ્ત-અપયશ, બાદર-પર્યાપ્ત-અપયશ, સૂફમઅપર્યાપ્તઅપયશ. સૂમ-પર્યાપ્ત-અપયશ એ ચાર તથા પાંચમ બાદર–પર્યાપ્ત-યશ.
યશકીર્તિને ઉદય બાદર અને પર્યાપ્ત નામના ઉદય સાથે હોઈ શકે છે, પરંતુ સુક્ષમ કે અપર્યાપ્ત નામના ઉદય સાથે હેતે નથી, એટલે જ્યાં જ્યાં સૂક્ષમ કે અપર્યાપ્ત નામને ઉદય હોય ત્યાં માત્ર અપયશકીર્તિના ઉદયને જ ભંગ લે. આ પ્રમાણે એકવીશના ઉદયના પાંચ ભંગ થાય છે.
શેષ બેઇન્દ્રિયાદિ જીવોને પણ એક ભવમાંથી બીજા ભવમાં જતાં એકવીશ પ્રકૃતિઓને ઉદય હોય છે. માત્ર તે તે ગતિ અને બેઈન્દ્રિયદિપણને વિચાર કરી ગતિ, જાતિ આદિ પ્રકૃતિને વ્યત્યાસ-વિપર્યાસ સ્વયમેવ કરી લેવાનું છે. જે હવે પછી બેઈન્દ્રિયાદિના ઉદયસ્થાનને વિચાર કરતી વખતે કરશે. ૭૯
सा आणुपुब्विहीणा अपज्जएगिदितिरियमणुयाणं । पत्तेउवघायसरीरहुंडसहिया उ चउवीसा ॥ ८०॥
साऽऽनुपूर्वीहीना अपर्याप्तैकेन्द्रियतिर्यग्मनुजानाम् ।
प्रत्येकोपघातशरीरहुण्डसहिता तु चतुर्विंशतिः ॥ ८ ॥ અર્થ–પૂર્વોક્ત તે એકવીશ પ્રકૃતિ આનુપૂર્વી વિના વીશ થાય છે, અને તેને ઉદય અપર્યાપ્ત એકેન્દ્રિય-વિલેન્દ્રિયાદિ તિર્યંચ અને મનુને અવશ્ય હોય છે, તેમાં પ્રત્યેક ઉપઘાત, ઔદારિક શરીર અને હૂંડસં સ્થાન ઉમેરીએ એટલે વીસ થાય છે, તેને ઉદય શરીરસ્થને હેય છે.