________________
સપ્તતિકા ટીકાનુવાદ પર્યાપ્તાવસ્થામાંનાં અને વક્રિય-આહારકશરીર કરતાં જે ઉદયસ્થાનકે હોઈ શકે તેજ હોય છે.
સમ્યગૃમિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે એગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ પ્રકૃતિના ઉદયરૂપ ત્રણ ઉદયસ્થાનકે હેય છે. આ ગુણસ્થાનક ચારે ગતિના છને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, એટલે પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાનકે જ અહિં હોય છે. ઉપરોક્ત ઉદયસ્થાનકમાંથી ઓગણત્રીશને ઉદય નારકીઓને ત્રીશને ઉદય દેવ, મનુષ્ય અને તિર્યંચને, અને એકત્રીશને ઉદય તિર્ય"ને હોય છે,
અપ્રમરો ઓગણત્રીશ અને ત્રીશ એમ બે ઉદયસ્થાનકે હેય છે. તેમાંથી એગણત્રીશને ઉદય વૈક્રિય અને આહારક શરીરીને હેય છે વૈકિય અને આહારક શરીર કરવાની શરૂઆત છઠ્ઠા ગુણસ્થાનકે કરે છે. પરંતુ તે બંને શરીરને મેગ્ય સઘળી પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અપ્રમત્તે જઈ શકે છે. વૈક્રિય કે આહારક શરીરની અપર્યાપ્તાવસ્થામાં કઈ જીવ અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત કરી શકતું નથી. માત્ર ઉદ્યોતને ઉદય બાકી રહી શકે છે. એટલે કે કઈ ઉદ્યોતને ઉદય થતાં પહેલાં અપ્રમત્તે જાય છે, કોઈ ઉદ્યોતને ઉદય થયા પછી પણ જાય છે. એટલે વેકિય કે આહારક શરીરને અપ્રમત્ત ઉદ્યોતના ઉદય વિનાનું ઓગણત્રીશનું અને ઉદ્યોતના ઉદયવાળું ત્રશનું એમ બંને ઉદયસ્થાનક હેય છે. સ્વભાવસ્થ સંયતને ત્રીશનું એકજ ઉદયસ્થાન હોય છે.
ગાથામાં ગ્રહણ કરેલ, “તુ' શબ્દ બહુલ અર્થવાળે હેવાથી અપૂર્વકરણ, અનિવૃત્તિ - બાદર સં૫રાય, સૂફમસ પરાય, ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ એ પાંચ ગુણસ્થાનકે ત્રીશ
પ્રકૃતિના ઉદયરૂપ એકજ ઉદયસ્થાન હોય છે. એ ગાળામાં સાક્ષાત્ નથી ગ્રહણ કર્યું–છતાં કહ્યું છે એમ સમજવું.
અગિકેવલી ભગવાનને આડ અને નવ પ્રકૃતિના ઉદયરૂપ બે ઉદયસ્થાનક હોય છે. તેમાંથી સામાન્ય કેવલિ મહારાજને આઠને અને તીર્થંકર ભગવંતને નવ પ્રકૃતિને ઉદય હોય છે.
વીશ પ્રકૃતિને ઉદય કેવલિ સમુદુઘાતમાં ત્રીજે, એથે અને પાંચમે સમયે સામાન્ય કેવલિ મહારાજને હોય છે. તેજ અવસ્થા અને તેજ સમયમાં તીર્થકર ભગવાનને તીર્થકર નામ સાથે એકવીશને ઉદય હેય છે. એક ભવમાંથી બીજા ભવમાં જતા સઘળા સંસારી ઇને એકવીશ પ્રકૃતિને ઉદય હોય છે. ૭૫-૭૬-૭૭
હવે એકેન્દ્રિમાં ઉદયસ્થાનકને વિચાર કરતા કહે છે –
૧ ઓગણત્રીશન ઉદય નારકીઓને હોય છે, એમ કહી અન્ય સ્થળે હેઈ શકતો હોય તે તેને નિષેધ નથી. જેમકે દેશમાં પણ ઓગણત્રીશન ઉદય હોય છે. તેમ ત્રિીશનો ઉદય ઉદ્યોતના વેદક દેવને તેમજ સ્વભાવસ્થ મનુષ્ય-તિય'ને હોય છે. એમ અન્યત્ર પણ યથાસંભવ સમજી લેવું.