________________
પંચસંગ્રહ તૃતીય અર્થ–મનુષ્યમાં વીસ સિવાય સઘળાં, તિર્યંચગતિમાં વીશ, આઠ અને નવ વજીને શેષ સઘળાં, એક, પાંચ, સાત, આઠ અને નવ અધિક વીશ નરકગતિમાં, અને ત્રીશ સાથે તે પાંચ ઉદયસ્થાનકે દેવગતિમાં હોય છે.
ટીકાનુ–પૂર્વોક્ત બાર ઉદયસ્થાનકેમાંથી વીશ વજીને શેષ અગિયાર ઉદયસ્થાનકે મનુષ્યગતિમાં હોય છે. વીશનું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિમાં જ લેવાથી અહિં તેનું વર્જન કર્યું છે. તથા વીશ, આઠ અને નવ એમ ત્રણ ઉદયસ્થાનકે વજીને શેષ નવ ઉદયસ્થાનકે તિર્યંચગતિમાં સંભવે છે, વીશ, નવ અને આઠ એ ત્રણ ઉદયસ્થાનકે તિર્યંચગતિમાં હતાં નથી. કારણ કે વીશનું ઉદયસ્થાન કેવલિસમુઘાત અવસ્થામાં અને આઠ તથા નવનું ઉદયસ્થાન અગિકેવલિ ગુણસ્થાનકે હેય છે.
એકવીશ, પચીસ, સત્તાવીશ, અાવીશ અને ઓગણત્રીશ એ પાંચ ઉદયસ્થાન નરક ગતિમાં હોય છે. એ પાંચમાં ત્રીસનું ઉદયસ્થાન મેળવતાં કુલ છ ઉદયસ્થાન દેવગતિમાં હોય છે.
હવે ગુણસ્થાનકમાં ઉદયસ્થાનકને વિચાર કરતા કહે છે इगवीसाई मिच्छे सगट्ठवीसा य सासणे हीणा । चउवीसूणा सम्मे सपंचवीसाए जोगिम्मि ॥ ७५ ॥ पणवीसाए देसे छब्बीसूणा पमत्ति पुण पंच। ' गुणतीसाई मीसे तीसिगुतीसा य अपमत्ते ।। ७६ ॥ अहो नवो अजोगिस्स वीसओ केवलीसमुग्घाए । इगिवीसो पुण उदओ भवंतरे सव्वजीवाणं ॥ ७७ ॥
एकविंशत्यादयो मिथ्यात्वे सप्ताष्टविंशतिभ्यां च सासादने हीनाः। चतुर्विंशत्यूनाः सम्यक्त्वे सह पञ्चविंशत्या सयोगिनि ॥ ७५॥ पञ्चविंशत्यादयो देशे षइविंशत्यूनाः प्रमत्ते पुनः पञ्च । પોત્રિશા મિત્ર વિંશત્રિપાન ૭૬ / अष्टौ नवायोगिनः विंशतिः केवलिसमुद्घाते । एकविंशतः पुनरुदयो भवान्तरे सर्वजीवानाम् ॥ ७७ ॥