SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પચસપ્રહ તૃતીયખંડ ટીકાનુ-સાધારણ નામ આદિ તેર પ્રકૃતિને મિથ્યાદષ્ટિ આત્માઓ જ બાંધે છે, કેમકે આ તેરના બંધમાં મિથ્યાત્વમેડને ઉદય કારણ છે. મિથ્યાત્વને ઉદય નહિ હેવાથી સાસ્વાદન આદિ બાંધતા નથી. તેથી સાધારણાદિ તેર પ્રકૃતિએને મિાદડિટ ગુણસ્થાનકે જ બંધ વિચ્છેદ થાય છે. તે તેર પ્રકૃતિઓ આ પ્રમાણે છે. - સાધારણુ, સૂક્ષમ, આતપ, સ્થાવર, નરકદ્ધિક, એકેન્દ્રિય જાતિ, વિકસેન્દ્રિય જાતિ, હુંડસંસ્થાન, અપર્યાતનામ, અને છેલ્લું સંઘયણ. * બંધમાં વિવક્ષેલી નામકર્મની સડસઠ પ્રકૃતિઓમાંથી જિનનામ અને આહારકદ્ધિક મિથ્યાદષ્ટિ બાંધતા જ નથી, કારણ કે તેના બંધમાં અનુક્રમે સમ્યકત્વ અને ચારિત્ર હેતુ છે, તે મિથ્યાત્વ ગુણસ્થાનકે નથી, એટલે તે ત્રણ કર્મ પ્રકૃતિ જતાં શેષ ચેસઠ પ્રકૃતિ એને મિથ્યાદષ્ટિ આત્માઓ બાંધે છે. તેમાંથી ઉપર કહી તે તેને બંધવિરછેદ થતાં સારવાદન ગુણસ્થાનકે નામકર્મની એકાવન પ્રકૃતિઓ બાંધે છે. ૬૪. सासायणेऽपसत्याविहगगई दुसरदूभगुज्जोवं । अणाएज्जं तिरियदुगं मज्झिमसंघयणसंठाणा ॥ ६५॥ सास्वादनोऽप्रशस्तविहायोगतिं दुःस्वरदुर्भगोधोतम् । अनादेयं तिर्यग्द्विकं मध्यमसंहननसंस्थानानि ।। ६५॥ અર્થ– અપ્રશસ્ત વિહાગતિ, સ્વર, દુર્ભગ, ઉદ્યોત, અનાથ, તિર્યંચદ્ધિક, વચલા ચાર સંઘયણ અને વચલા ચાર સંસ્થાન, આ પંદર પ્રકૃતિઓને સાસ્વહન સુધી જ બાંધે છે. ટીકાન–અપ્રશસ્ત વિહાગતિ, દુરિવર, દુર્ભગ, ઉઘાત, અનાદેય, તિર્યંચદ્ધિક, રાષભનારા આદિ વચલાં ચાર સંઘયણ, અને ન્યધપરિમંડલ આદિ વચલા ચાર સંસ્થાન, આ પંદર પ્રકૃતિએને સાસ્વાદન ગુણસ્થાનક સુધીમાં વર્તમાન આત્માઓ જ બધે છે, મિશ્રષ્ટિ આદિ બાંધતા નથી. આ પ્રકૃતિઓના બંધમાં અનંતાનુબંધિ કષાયના ઉદયથી થયેલ પરિણામ કારણ છે. મિશ્રદદિર આદિને અનંતાનુબંધિને ઉદય નડુિં હોવાથી તેઓ ઉપરોક્ત પંદર પ્રવૃતિઓ બાંધતા નથી એટલે સારવાદન ગુણસ્થાનકે બંધાતી એકાવન પ્રકૃતિમાંથી પંદર જતાં નામકર્મની છત્રીસ પ્રકૃતિએ મિશ્રષ્ટિ આત્મા બાંધે છે. અવિરતિ સમ્યગ્દડિટ પૂર્વોક્ત છત્રસમાં જિનનામ ભેળપતાં સાડત્રીશ બાંધે છે. કેમકે અહિંથી જિનનામને બંધહેતુ સમ્યકત્વ છે. ૬૫ मीसो सम्मोराल मणुयदुगयाइ आइसंघयणं । बंधइ देसो विरओ अथिरासुभअजसपुव्वाणि ।। ६६ ॥
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy