________________
સપ્તતિકા ટીકાનુવાદ અસ્થિર અશુભ અપયશ, દરેક પ્રકારે થતા પચીસના બંધમાં બાદર અને પ્રત્યેકને નહિ ફેરવવાની હોવાથી અને સ્થિરાદિ પ્રકૃતિઓને ફેરવવાની હેવાથી તેના આઠ ભંગ થાય છે. આ પ્રમાણે અન્યત્ર પણ ભંગ-રચના સમજવી. - હવે જ્યારે પ્રત્યેક નામકર્મના સ્થાને સાધારણ નામકર્મ ગ્રહણ કરીએ ત્યારે સ્થિર -અસ્થિર, શુભ-અશુભને અપયશકીર્તિ સાથે ફેરવતાં ચાર ભંગ થાય છે. સાધારણ નામકર્મના બંધ સાથે યશકીર્તિ નામકર્મ બંધાતું નથી. કહ્યું છે કે “સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મના બંધ સાથે યશકીર્તિ નામ બંધાતું નથી. માટે તેની સાથેના ચાર ભંગ થતા નથી, અપયશ કીર્તિ સાથેના જ ચાર ભંગ થાય છે. તથા સૂક્ષમ, પર્યાપ્ત અને પ્રત્યેક નામકર્મને બંધ થતાં સ્થિર, અસ્થિર-શુભ-અશુભ અને અપયશકીર્તિ સાથે ચાર ભંગ તેમજ સૂક્ષમ, પર્યાપ્ત અને સાધારણ નામને બંધ થતાં પણ સ્થિર અરિથર, શુભ-અશુભ અને અપયશકીર્તાિ સાથે ચાર ભંગ થાય છે. સૂક્ષ્મ અનેસાધારણ નામના બંધ સાથે પણ યશકીર્તિ નામકર્મને બંધ થતો નથી. આ પ્રમાણે બાદરપર્યાપ્ત પ્રત્યેકને બંધ કરતાં સ્થિરાસ્થિર-શુભાશુભ અને યશ-અપયશના આઠ ભંગ, બાદર, પર્યાપ્ત, સાધારણને બંધ કરતાં સ્થિરાસ્થિર, શુભાશુભ અને અપયશ, સાથે ચાર ભંગ, એ પ્રમાણે સૂમ, પર્યાપ્ત પ્રત્યેક તથા સૂમ પર્યાપ્ત અને સાધારણ સાથે પણ ચાર ચાર ભંગ, કુલ પચીસના બંધે વિશ ભંગ થાય છે, એટલે કે પચીસનું બંધસ્થાન વીશ પ્રકારે થાય છે. તેમાં ઈશાન સુધીના દેવે તે પહેલાંના આઠ ભાગે પચીસને બંધ કરે છે. કેમકે તેઓ સાધારણ કે સૂક્ષ્મ એકેન્દ્રિય યંગ્ય બંધ કરતાં નથી. સંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય અને તિય વિશે ભાગે પચીસ બાંધે છે.
તે જ પચીસ પ્રકૃતિએને આતપ સહિત કરતાં છવીસ થાય છે. માત્ર અહિં આપના સ્થાને વિકલ્પ ઉદ્યોત નામ પણ પ્રક્ષેપવું. કારણ કે પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધ કરતાં ઉદ્યોતને પણ બંધ થાય છે. અહિં સેળ ભાંગા થાય છે. એટલે કે છવ્વીસને બંધ સેળ પ્રકારે થાય છે અને તે આતપ સાથે સ્થિર–અસ્થિર, શુભ-અશુભ અને યશ – અપયશને ફેરવતાં તેમજ ઉદ્યોત સાથે ફેરવતાં થાય છે. આતપ અને ઉદ્યોતના બંધ સાથે સૂમ અને સાધારણને બંધ થતું નથી, માટે તાશ્રિત વિકલ્પ થતા નથી. સેળે. ભાંગે છવ્વીસને બંધ મનુષ્ય, તિર્યા અને ઈશાન સુધીના દેવે કરે છે. અસંખ્ય વર્ષના આયુવાળા યુગલિકે દેવગતિમાં જ જતા હોવાથી અહિં સંખ્યાત વર્ષના આયુવાળા જ મનુષ્ય-તિર્ય ગ્રહણ કરવાના છે. આ પ્રમાણે એકેન્દ્રિય યોગ્ય ત્રણ બંધસ્થાનના કુલ ચાલીસ ભંગ થાય છે. ૧૬૦
હવે બેઈન્દ્રિય ગ્ય બંધસ્થાનનું પ્રતિપાદન કરવા માટે આ ગાથા કહે છે– तग्गइयाइ दुवीसा संघयणतसंग तिरियपणुवीसा । दुसर परघाउस्सासखगइ गुणतीस तीसमुज्जोवा ॥ ६१ ॥