________________
પરિશિષ્ટ-૧
૩૭ સંઘાતનને દલિક ભાગ પણ શરીર તુલ્ય છે. અને ત્રણ અંગોપાંગને દલિક વિભાગ પણ પ્રથમનાં ત્રણ શરીર તુલ્ય જ છે. પરંતુ દારિક શરીરને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ ૨૩ ના બંધસ્થાનમાં અને દારિક અંગોપાંગને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ના બંધસ્થાનમાં હોય છે.
બંધન - આહારક આહારક બંધનને પ્રાપ્ત થયેલ દલિક ત્રીજા નિયમ પ્રમાણે અ૫ અને તે થકી આહારક-તેજસ, આહારક-કાર્માણ, તેમજ આડારક-તેજસ-કાર્માણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ પ્રકૃતિવિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. અને તેની અપેક્ષાએ ત્રીજા નિયમ પ્રમાણે વક્રિય–વક્રિય બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ સંખ્યાત ભાગ અધિક રૂ૫ વિશેષાધિક છે. અને તેથી પણ વૈક્રિય–ૌજસ, વૈક્રિય-કાશ્મણ અને વૈકિય-તેજસ-કાશ્મણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ એક બંધસ્થાનમાં હોવા છતાં બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. અને તેની અપેક્ષાએ ત્રીજા નિયમ પ્રમાણે ઔદારિક-દારિક બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ સંખ્યામભાગ અધિક રૂપ વિશેષાધિક છે. અને તેના કરતાં દારિક-તેજસ, દારિક-કાશ્મણ, દારિક તેજસ-કાશ્મણ, તેજસ-તેજસ, તેજસ-કાશ્મણ અને કાર્મણ-કાર્પણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ ૨૩ પ્રકૃતિરૂપ એક બંધસ્થાનમાં હોવા છતાં સ્વભાવ વિશેષથી બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક હોય છે. - પ્રથમનાં પાંચ સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ર૯ ના બંધસ્થાન રૂપ એક જ બંધસ્થાનમાં હોવાથી તેઓને દલિક વિભાગ પરસ્પર સમાન અને છેવઠા સંઘયણની અપેક્ષાએ અલ્પ હોય છે. તે થકી છેવદ્રા સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ ૨૫ ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે સંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે.
મધ્યમનાં ચારે સંસ્થાનને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૯ પ્રકૃતિરૂપ એક જ બંધસ્થાનમાં હોવાથી આ ચારેને દલિક ભાગ પરસ્પર તુલ્ય અને અન્ય બે સંસ્થાનની અપેક્ષાએ અલ્પ હોય છે. તેથકી પ્રથમ અને હૂંડક સંસ્થાનને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અનુક્રમે દેવ પ્રાગ્ય ૨૮ ના અને એકેન્દ્રિય પ્રાગ્ય ૨૩ ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે બંનેને દલિક વિભાગ અનુક્રમે સંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે.
વર્ણચતુષ્કને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ર૩ ના બંધસ્થાનમાં જ હોય છે. અને તેના વિશે બે સાથેજ બંધાય છે. તેથી એ ચારેના પિટભેદોમાં પ્રકૃતિ-વિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક દલિક હોય છે. તે આ પ્રમાણે
કૃષ્ણ વર્ણને પ્રાપ્ત થયેલ દલિક સર્વથી અલ્પ, તે થકી નીલ-રક્ત-પીત અને શુકલ વર્ણને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે વિશેષાધિક. એજ પ્રમાણે કટુ રસને પ્રાપ્ત થયેલ દલિક