________________
૩૦૪
પંચસંગ્રહ તૃતીયખંડ
ચતુષ્ક અને યથાસંભવ સ્થિર અથવા અસ્થિર ષક એમ ૨૮ પ્રકૃતિ બધે ત્યારે તેના ૨૮
ભાગ પડે તેવખતે શરીર અને સંઘાતનને પ્રાપ્ત થયેલ દલિકના ત્રણ, બંધનને પ્રાપ્ત થયેલ - કલિકના ૭, અને વર્ણાદિ ૪ ને પ્રાપ્ત થયેલ દલિકના અનુક્રમે પ-ર-૨ અને ૮ ભાગ પડે છે.
જો કે આ ૨૮ ના બંધસ્થાનમાં સંઘાતન અને બંધન ગણેલ નથી અને તેને બદલે તૈજસ-કાશ્મણ શરીર ગણેલ છે. પરંતુ તૌજસ આદિ બે શરીરને તે શરીર નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી ભાગ મળે છે. તેમજ સંઘાતન અને બંધન સર્વત્ર બંધ અને ઉદયમાં શરીરની સાથે જ હંમેશાં હોય છે. તેથી તેના દલિકની અલગ વિવેક્ષા કરેલ નથી. પરંતુ શરીરની જેમ બંધન અને સંઘાતન નામકર્મને પણ મુખ્ય હકદાર તરીકે સ્વતંત્ર અલગ ભાગ મળે છે. આ વાત પણ ખાસ યાદ રાખવી.
ઉત્કૃષ્ટ પદે દલિક વિભાગ જ્ઞાનાવરણ કેવળજ્ઞાનાવરણને સૌથી અલ્પ, કારણ કે તે સર્વઘાતી છે. અને તેની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનાવરણ દેશઘાતી હોવાથી પ્રથમ નિયમ પ્રમાણે અનંત ગુણ અધિક, તે થકી બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિને સ્વભાવજ તે હોવાથી અનુક્રમે અવધિજ્ઞાનાવરણ, શ્રતજ્ઞાનાવરણ અને મતિજ્ઞાનાવરણને દલિકે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક પ્રાપ્ત થાય છે.
દર્શનાવરણીય -પ્રચલાને દલિકે સર્વથી અલ્પ, તેથી નિદ્રાને પ્રકૃતિવિશેષ હેવાથી બીજા નિયમ પ્રમાણે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક મળે છે. આ બંનેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દર્શનાવરણીયના પવિધ બંધક સમ્યગદષ્ટિને હોય છે. અને થીણદ્વિત્રિક સહિત ૯ ને બંધ પ્રથમનાં ૨ ગુણસ્થાનકે હેય છે.
તેથી નિદ્રાની અપેક્ષાએ પ્રચલા-પ્રચલાને ભાગ વાસ્તવિક રીતે અધિક ન આવે. પરંતુ પ્રકૃતિવિશેષને લીધે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. એ જ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી તેની અપેક્ષાએ નિદ્રા–નિદ્રા, થીણુદ્ધિ અને કેવળદર્શનાવરણીયને અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક ભાગ મળે છે. તેથી પહેલા નિયમ પ્રમાણે અવધિદર્શનાવરણીયને અનંતગુણ, તેથકી અચક્ષુ અને ચક્ષુદર્શનાવરણને બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હેવાથી અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક ભાગ પ્રાપ્ત થાય.
વેદનીય અસાતાને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મૂળ સવિધ પ્રકૃતિ બંધક એવા મિથ્યાદિષ્ટી અથવા તે સમ્યફદષ્ટીને હોય છે. તેથી તેને પ્રાપ્ત થયેલ મૂળ દલિકને લગભગ સાતમે ભાગ મળે છે. માટે તે અલ્પ છે. અને સાતાને ઉત્કટ પ્રદેશબંધ ૧૦ માં ગુણસ્થાનકે હોવાથી તેને મૂળ દલિકની અપેક્ષાએ લગભગ છઠ્ઠો ભાગ મળે છે. તેથી તેમાં સંખ્યાભાગ રૂ૫ વિશેષાધિક દલિક હોય છે,