________________
સપ્તતિકા ટીકાનુવાદ
તથા તે પૂર્વોક્ત સાતના ઉદયમાં ભય, જુગુપ્સા અથવા ભય, અનન્તાનુબંધિ કે જુગુપ્સા અનંતાનુબંધિને ઉદય વધે ત્યારે નવને ઉદય થાય છે. તે દરેક વિકલ્પમાં પહેલાં કહેલા ક્રમે એક એકવીસી ચેસ ચોવીસ ભાંગા થાય છે, માટે ત્રણ વીસી થાય છે. તથા તેજ સાતના ઉદયમાં ભય જુગુપ્સા અને અનંતાનુબંધિ ત્રણેને ઉદય વધે ત્યારે દેશને ઉદય થાય છે અહિં ભાંગાની એકજ વીસી થાય છે. સઘળી મળી મિથ્યાદિષ્ટ ગુણઠાણે આઠ વીસી-એક બાણું ભાંગા થાય છે.
સાસ્વાદન સમ્યગૃષ્ટિ અને મિશ્ર ગુણઠાણે સાતથી નવ પર્યન્ત ત્રણ ઉદ હોય છે. તે આ-૭-૮-૯, તેમાં સાત આ પ્રમાણે અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન ક્રોધાદિમાંથી ક્રોધાદિ ચાર, ત્રણ વેદમાંથી એક વેદ, અને બે યુગલમાંથી એક યુગલ આ સાત પ્રકૃતિને સાસ્વાદનીને અવશ્ય ઉદય હોય છે. અહિં પહેલાના ક્રમે ભાંગાની એક એવીસી થાય છે. તથા તે સાતમાં ભય કે જુગુપ્સાને ઉદય વધતાં બે પ્રકારે આઠને ઉદય થાય છે તેની બે ચોવીસી થાય છે. ભય, જુગુપ્સા બંનેને એક- અનંતાનુબંદ્ધિરૂપ થાય છે. અનંતાનુબંધિરૂપે થયેલાં તે અપ્રત્યાખ્યાનાવરણીયાદિનાં દલિકે સંક્રમ સમયથી એક અવલિકા ગયા બાદ ઉદયમાં આવે છે. જે સમયે અનંતાનુબંધિ બંધાયા તે જ સમયે અપ્રત્યાખ્યાનાવરણાદિનાં દલિકે સંક્રમે છે. એટલે બંધ સમયથી એક આવલિકા ગયા બાદ કહો કે સંકસમયથી એક આવલિકા ગયા બાદ કહે-એ બંને સરખું જ છે. કેમકે અહિં બંધાવલિકા અને સંક્રમાવલિકા એક જ થઈ જાય છે. તેથી મિથ્યાત્વ ગુણઠાણાની એક આવલિકા ગયા બાદ સંક્રાન્ત દલિકોને-અનંતાનુબંધિરૂપે થયેલા દલિને ઉદય થાય છે. અને બદ્ધ અનંતાનુબંધિને પણ બંધ સમયથી એક આવલિકા ગયા બાદ ઉદીરણાકરણ દ્વારા ઉદય થઈ શકે છે. માટે જ એમ કહ્યું છે કે. મિથ્યાત્વ ગુણઠાણે ફકત એક આવલિકા કાળ જ અનંત નુબંધિને ઉદય હેતો નથી. તે પણ જે , સમ્યગદષ્ટાદિ ગુણઠણે અનંતાનુબંધિકષાયની વિસંયેજના કરી ૫ડી મિથ્યા આવ્યો હોય તેને જ. સંભવે છે. જે જ અનંતાનુબંધિની વિસંજના કરી નથી તેને તો તે સત્તામાં હોવાથી જે સમયે પડીને મિથ્યા આવે તે સમયથી જ ઉદયમાં આવે છે.
૧ ભિન્નભિન્ન જેવો આશ્રયી આ ઘટે છે. કેમકે કોઈને સાતને ઉદય, તે પણ કોઈ ને કોઈ પ્રકારે તે કોઈને કોઈ પ્રકારે હોય છે એટલે તેના વીસ પ્રકાર થાય છે. એ પ્રમાણે કોઈને આઠનો ઉદય, કોઈને નવને ઉદય અને કોઈને દશને ઉદય હોય છે. તે આઠ, નવ અને દશનો ઉદય પણ સંખ્યા તેજ હોવા છતાં અનેક પ્રકારે થાય છે માટે તેના વિશે એવી શ વિકપે થાય છે. વેદ, કષાય અને યુગલ સાથે ફેરવતા' ચોવીસજ વિકલ્પ થાય છે. વધારે નહિ. કેમકે બીજી પ્રકૃતિએ ફરતી નથી. પ્રકૃતિના ફેરફારથી જ ભિન્નભિન્ન વિકટ થાય છેઆ બધા વિક એક સમયે અનેક જીવ આશ્રયી અને કાળભેદે એક જીવ આશ્રયી સંભવે છે. - ૨ ભય, જુગુપ્સા બંને પરસ્પર વિરૂદ્ધ નથી કોઈને ભયને ઉદય હોય છે, કેઈને જુગુપ્સાને ઉદય હોય છે, કોઈને બંનેને ઉદય હોય છે, તે કેઈન બેમાંથી એકનો પણ ઉદય હોતો નથી. એટલે તેના કારકેરે જુદી જુદી વીસીઓ થાય છે. અનંતાનુબંધિને ઉદય બીજે ગુણઠાણે દરેક જીવને અવશ્ય હોય છે. માત્ર મિયાત્વ ગુણઠાણે એક આવલિકા કાળજ કઈકને ઉદય હેત નથી.