________________
4
પ્રકાશકીય નિવેદન
/
પરમ પૂજય સ્વર્ગસ્થ આચાર્ય ૧૦૦૮ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજય સ્વર્ગસ્થ પંન્યાસ પ્રવર ૧૦૦૮ શ્રી કનક વિજયજી મડારાજ સાહેબના શિયરન પરમપૂજય આચાર્ય ૧૦૦૮ શ્રી રુચકચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની સબ્રેરણાથી પંચસંગ્રહના પહેલા અને બીજા ભાગની જેમ તદન્તર્ગત સપ્તતિકા સંગ્રહ રૂપ ત્રીજા ખંડના પ્રકાશનનું કાર્ય આ સંસ્થાને સોંપવામાં આવેલ અને ખૂબ જ રસપૂર્વક પંડિત શ્રી પુખરાજજી અમીચંદજીએ અનેક મુશ્કેલીઓ હોવા છતાં સંપાદનનું કાર્ય અને પ્રથમના બે ખંડેની જેમ સારસંચડ તથા પ્રશ્નોત્તરી પણ તૈયાર કરી આપેલ છે.
આ માટેની તમામ નાણાકીય વ્યવસ્થા પૂજયશ્રીના સંસારી બંધુ શ્રીયુત શાન્તિલાલ મણિલાલ શાહ તથા સુધમભકિત પાઠશાળાના વ્યવસ્થાપકોએ કરેલ છે. તેમજ ગ્રન્થ છપાવવા અંગેની સંપૂર્ણ વ્યવસ્થા અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દેશીએ અને કાળજી પૂર્વક શુદ્ધિપત્રક બનાવવાનું કાર્ય પંડિત શ્રી બાબુલાલ ચંદભાઈએ અને કાગળ આદિ મેળવી આપી પ્રેસમાં છપાવવા વગેરેનું કાર્ય અજિત પિપર માટે વાળા શ્રી રસીકલાલ વાડીલાલ શાહે તથા મુદ્રણનું સુંદર કાર્ય મંગલ પ્રેસના માલીક શ્રી કાન્તિલાલભાઈ એ કાળજી પૂર્વક કરેલ છે. આ પુસ્તક પ્રકાશન માટે નાણાંકીય સહાય આપનાર શ્રી સંઘની નામાવલિ આ ગ્રન્થમાં આપવામાં આવેલ છે તે સિવાય અન્ય પરચુરણ રકમ પણ પ્રાપ્ત થયેલ છે. લગભગ ૪૦૦ ઉપરાંત પેજ પ્રમાણ સુંદર એવા ત્રીજાખંડનું પ્રકાશન કરવાનો અપૂર્વ લાભ અમને પ્રાપ્ત થતાં ગૌરવપૂર્વક વધુ આનંદ અનુભવીએ છીએ અને તે બદલ પરમ પૂજય આચાર્ય શ્રી રુચકચક્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ વગેરેને તથા ઉપર જણાવેલ બંધુઓને આભાર માનીએ છીએ.
ગ્રન્થનું સંપાદન તથા પ્રકાશન યથાશક્તિ કાળજીપૂર્વક કરવામાં આવે છે. છતાં પ્રેસષ તેમજ છદ્મસ્થતા આદિના કારણે જે કાંઈ ખલનાઓ રહેવા પામી હોય તે જણાવવા સુજ્ઞ મકાશને અમારી નમ્ર વિનંતિ છે. કે જેથી હવે પછીની આવૃત્તિમાં સુધારે કરી શકાય. મહેસાણા
લિ. શ્રીસંઘ સેવક વીર સંવત ૨૫૧૦
વકીલ ચીમનલાલ અમૃતલાલ વિક્રમ સંવત ૨૦૪૦
બાબુલાલ જેસિંગલાલ મહેતા તા. ૧૫-૧-૮૪
ઓ. સેક્રેટરીઓ શ્રી મદ્યવિજયજ જૈન સંસ્કૃત પાઠશાળા અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણું