SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સારસંગ્રહ સ્ત્રી વેદમાં પણ ઉદયસ્થાન, ઉદયભાંગા તેમજ સત્તાસ્થાન પુરૂષ વેદ પ્રમાણે જ છે. પરંતુ સ્ત્રીઓને આહારક શરીર ન હોવાથી આહારકના ૭ ભાંગા બાદ કરતાં શેષ (૭૬ ૬૩) સાત હજાર છસે ત્રેસઠ ઉદયભાંગા હોય છે. અને આહારકને સંભવતા ઉદયસ્થાનમાં પણ આહારકના ભાંગ બાદ કરી દરેક ઉદયસ્થાનમાં પણ પુરૂષ વેદની જેમ જ છે. નપુંસકવેદ એકેન્દ્રિયને પણ હોય છે. માટે ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન તેમજ દેવતાઓને નપુંસક વેદ ન હોવાથી તેમના ૬૪ અને કેવળીને ૮ એમ ૭૨ વિના (૭૭૧૯) સાત હજાર સાતસે એગણીશ ઉદયભાંગ હોય છે. ઉદયસ્થાનવાર ભાંગા સુગમ હોવાથી પોતાની મેળે જ ગણવા. સત્તાસ્થાને અહીં ૭ આદિ પ્રથમનાં ૧૦ છે. કવાય માર્ગણુ ક્રોધાદિક ચારે કષાયમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન. (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધમાંગા અને કેવળીમાંજ ઘટતાં ઉદયસ્થાન તથા ઉદયભાંગા અને સત્તાસ્થાન બાદ કરી શેષ ૨૧ અને ૨૪ થી ૩૧. પર્યંતનાં ૯ ઉદયસ્થાન, (૭૭૮૩) સાત હજાર સાતસો વ્યાસી ઉદયભાંગ અને ૯૩ આદિ પ્રથમનાં ૧૦ સત્તાસ્થાને હોય છે. જ્ઞાન માર્ગણું:મતિ-શ્રત અને અવધિ એ ત્રણે જ્ઞાનમાં ૪ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. અને ર૩-૨૫ અને ૨૬ નું બંધસ્થાન તેમજ પંચેન્દ્રિય તિર્યંચ તથા નરક પ્રાપ્ય અહીં બંધ હેત જ નથી તેથી ૨૮ થી ૧ સુધીનાં ૫ બંધસ્થાન અને ૨૮ના બંધ દેવ પ્રાગ્યના ૮, ૨૯ ના બંધે જિનનામ સહિત દેવ પ્રાગ્યના ૮ અને મનુષ્ય પ્રાયે ગ્યના ૮ એમ ૧૬, ૩૦ ના બંધે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્યના ૮ અને આહારિદ્ધિક સહિત દેવ પ્રાગ્યને ૧ એમ ૯ અને ૩૧ તેમજ ૧ ના બંધને ૧-૧ એમ કુલ ૩૫ અંધભાંગા હોય છે. એકેન્દ્રિય તથા કેવળીને આ જ્ઞાન ન હોવાથી તેઓને સંભવતા ૨૪-૨૦-૯ અને ૮ આ ૪ વિના શેષ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાને હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૨૬, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચના ૪ અને કેવળીના ૮ એમ કુલ ૧૨૦ ઉદયભાંગામાં આ જ્ઞાનેને સંભવ ન હોવાથી શેષ (૭૬૭૧) સાત હજાર છસે એકેતેર ઉદયભાંગા હોય છે. આ ત્રણે જ્ઞાને ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી જ હોય છે. તેથી પહેલા ગુણસ્થાનકે જ ઘટતા ૭૮ અને ૮૬ અને ચૌદમાના ચરમ સમયે જ સંભવતાં ૯ અને ૮ એમ ૪ વિના ૯૩ આદિ ૮ સત્તાસ્થાને હોય છે. આ | મન:પર્યવ જ્ઞાન સંચમીને જ લેવાથી ૨૮ આદિ ૪ બંધસ્થાને માત્ર દેવ પ્રાયોગ્ય અને ૧ નું એમ ૫ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૮ ને ૮, ૨૯ ના ૮, ૩૦ ને ૧, ૩૧ ને ૧ અને ૧ ને ૧ એમ કુલ ૧૯ બંધભાંગ હોય છે,
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy