________________
૩૪૦
પચસપ્રહ વતીય ' ૬૨ માર્ગણામાં નામકર્મના બંધસ્થાન આદિનો વિચાર
ગતિમાનું નરકગતિ –આ છે માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાપ્ય જ બંધ કરે છે. માટે પર્યાપ્ત પં. તિ. અને પર્યાપ્ત મન. પ્રાયોગ્ય ર૯ તેમજ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ૩૦ અને જિનનામની સત્તાવાળા નારકે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ કરી શકે છે. માટે નરકગતિમાં આ બે જ બંધસ્થાને હોય છે.
૨૩ આદિ પ્રથમનાં ૩ બંધસ્થાને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય તેમજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાગ્ય હેવાથી આ છ બાંધતા નથી. વળી નારકે દેવ અને નરક પ્રાગ્ય બંધ કરતા ન હોવાથી ૨૮ નું બંધસ્થાન પણ ન હોય, તેમજ ૩૧ અને ૧નું બંધસ્થાન પણ મનુષ્યગતિમાંજ લેવાથી આ છ બંધસ્થાને અહીં ઘટતાં નથી.
બંધભાંગા –પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ર૯ના બંધના ૪૬૦૮ અને મનુષ્ય પ્રાગ્ય ના ૪૬૦૮ એમ (૯૨૧૬) બાણું સેળ, ૩૦ ના બંધના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ મેગ્ય ના ૪૬૦૮ અને જિનનામ સહિત મનુષ્ય યોગ્ય ના ૮ એમ (૪૬૧૬) છેતાલીશ સેળ-એમ બન્ને બંધસ્થાનના મળી કુલ બંધભાંગા (૧૩૮૩૨) તેરહજાર આઠ બત્રીશ હોય છે.
ઉદયસ્થાન તથા ઉદયભંગ –નાકને પિતાનાં ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ ૫ ઉદયસ્થાન અને દરેક ઉદયસ્થાનને એક-એક ભંગ હેવાથી ઉદયભાંગા પ હોય છે.
સત્તાસ્થાન -જિનનામ અને આહારક ચતુષ્કની સત્તાવાળો જીવ નરકમાં જાતે નથી તેથી ૯૩ નું સત્તાસ્થાન ન ઘટે. ૯૨-૮૯ અને ૮૮ એમ સામાન્યથી ૩ સત્તાસ્થાન હોય છે.
ર૯ ના બંધનો સંવેધ અહીં પિતાના પાંચે ઉદયસ્થાન અને પાંચે ઉદયભાંગામાં સામાન્યથી ત્રણ અને દરેક ઉદયસ્થાને ૩-૩ હેવાથી ઉદયસ્થાન તથા ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાન ૧૫ હોય છે. પરંતુ તિર્યંચ પ્રાગ્ય ૨૯ ને બધે ૮૯ વિના બે જ સત્તાસ્થાન હોય છે એટલું વિશેષ છે.
૩૦ ના બંધને સંવેધ - અહીં પણ ૫ ઉદયસ્થાન, ૫ ઉદયભાંગ, સામાન્યથી ૯૨ આદિ ૩ અને પાંચે ઉદયસ્થાનમાં ૩-૩ હેવાથી ઉદયસ્થાન તથા ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૧૫ હોય છે. પરંતુ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ના બંધે પાંચે ઉદયસ્થાને ૮૯નું ૧ જ અને તિર્યંચ પ્રાગ્ય ૩૦ ના બંધે ૨-૮૮ આ ૨-૨ સત્તા સ્થાને હોય છે.