________________
સાર પ્રહ - ઉદયભગ વાર સત્તાસ્થાને ૨૯ ના બંધમાં બતાવ્યા પ્રમાણે જ હોય છે. માત્ર નારકના પિતાના પાંચ ઉદયભંગમાં રન બંધે ૯૨ આદિ ત્રણ સત્તાસ્થાને હોય છે. પરંતુ અહીં ૮૯ નું ન હોવાથી ૯૨-૮૮ બેજ સમજવાં. તેથી ૨૯ ના બંધમાં બતાવેલ ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ પાંચ ઉદયસ્થાનમાં એક-એક સત્તાસ્થાન ઓછું હોવાથી અનુક્રમે ૧૬૯, ૭૯, ૭૪, ૪૭૧૪ અને ૭૦૪૨ સત્તાસ્થાને સમજવાં.
એમ નારકના પાંચ ભાંગામાં ૮૯ નું સત્તાસ્થાન ન હોવાથી કુલ ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાને (૩૧૧૧૫) એકત્રીસ હજાર એકસે પંદર ને બદલે પાંચ ઓછા હોવાથી (૩૧૧૧૦) એકત્રીસ હજાર એકસે દશ થાય છે.
સાસ્વાદન ગુણસ્થાનક - આ ગુણસ્થાનવાળા અપર્યાપ્ત, એકેન્દ્રિય, વિલેન્દ્રિય તેમજ નરક પ્રાગ્ય બંધ કરતા નથી. તેથી ૨૩ આદિ પ્રથમનાં ૩ બંધસ્થાને નથી. અને નરક પ્રાગ્ય બંધસ્થાન પણ નથી. તથા યતિને જ સંભવતા ૩૧ અને ૧ નાં બંધસ્થાને પણ અહીં હોતાં નથી. અહીં માત્ર દેવ પ્રાગ્ય ૨૮ અને પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાગ્ય ૨૯ અને ઉદ્યોત સહિત પં.તિ. પ્રાગ્ય ૩૦ નું એમ ૩ બંધસ્થાને હોય છે.
ત્યાં દેવપ્રાગ્ય ૨૮ ના બંધના આઠ ભાંગ અને આ ગુણસ્થાનકે છેવટ્ઠા સંઘયણ અને હંડક સંસ્થાનને બંધ ન હોવાથી ૬ ને બદલે વારાફરતી પ્રથમનાં ૫ સંઘયણ અને ૫ સંસ્થાને જ બંધાય છે, માટે ૫ સંઘયણને ૫ સંસ્થાને ગુણતાં ૨૫, તેને બે વિહાગતિએ ગુણતાં ૫૦ અને તેને સ્થિર-અસ્થિરે ગુણતાં ૧૦૦, શુભ-અશુભ ગુણતાં ૨૦૦, સૌભાગ્ય-દૌર્ભાગ્યે ગુણતાં ૪૦૦, બે સ્વરે ગુણતાં ૮૦૦, આર્ય-અનાયે ગુણતાં ૧૬૦૦ અને યશ-અશે ગુણતાં ૩૨૦૦ ભાંગા થાય. પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ૨૯ ના બંધના આ પ્રમાણે ૩૨૦૦ અને મનુષ્ય પ્રાગ્ય ૨૯ ના બંધના પણ ૩૨૦૦ એમ કુલ (૬૪૦૦) એસડસે અને ઉદ્યોત સહિત પંતિ. પ્રાગ્ય ૩૦ ના બંધના પણ ૩૨૦૦ એમ ત્રણે બંધસ્થાનના મળી ૯૬૦૮ નુ આઠ બંધમાંગ હોય છે.
સામાન્યથી આ ગુણસ્થાનકે ૨૧-૨૪-૨૫-૨૬–૨૯-૩૦ અને ૩૧ આ સાત ઉદયસ્થાને હોય છે. અનાદિ મિથ્યાદિષ્ટી ત્રણ કરણ કરી ઉપશમ સમ્યકત્વ પામી પડતાં સાસ્વાદને આવી સારવાદન સમ્યકત્વ સહિત કાળ કરી નરકવિના યથાસંભવ ત્રણ ગતિમાં ઉત્પન થાય છે. અને સારવાદનને કાળ ઉત્કૃષ્ટથી પણ છ આવલિકા જ હોય છે. તેથી પરભવથી સાસ્વાદન ગુણસ્થાનક લઈ જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પોતપોતાના પહેલા બે ઉદયસ્થાનમાં સાસ્વાદનને સંભવ છે. તેથી એકેન્દ્રિયમાં ૨૧ અને ૨૪, દેવતામાં ૨૫ અને ૨ અને મનુષ્ય-તિર્યમાં ૨૧ અને ૨૬, એમ પ્રથમનાં આ ચાર ઉદયસ્થાને ઘટી શકે છે,