________________
૨૬o
પંચસંગ્રહ તૃતીયખંડ આજ ૨૧માંથી આનુપૂવી દૂર કરી ઉત્પત્તિ સ્થાને આવેલ જીવને ઔદારિકદ્વિક, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક આ છ ને ઉદય અધિક થવાથી ૨૬ નું ઉદયસ્થાન થાય, અહીં પણ ઉપર પ્રમાણે ત્રણ ભાંગા થાય છે. - આ ર૬માં પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાઓને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પરાઘાત અને અશુભ વિહાગતિને ઉદય થાય ત્યારે ૨૮ નું ઉદયસ્થાન થાય, અહિં પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જ જીવે હોવાથી તેને યશ–અયશ સાથે બે ભાંગા થાય.
આજ ૨૮ માં ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉછુવાસને ઉદય થાય ત્યારે ૨૯, અહીં પણ બે ભાંગા અથવા ઉચ્છવાસના ઉદય પહેલાં ઉદ્યોતને ઉદય થાય ત્યારે પણ ૨૯ થાય, અહિં પણ ભાંગા બે જ, એમ રત્ના ઉદયસ્થાનના કુલ ચાર ભેગા થાય.
ઉઠ્યાસ સહિત ૨૯ માં બેમાંથી એક સ્વરને ઉદય થાય ત્યારે ૩૦ નું ઉદયસ્થાન થાય, અને ઉપરના બે ભાગાને બે સ્વરે ગુણતાં ચાર ભાંગા થાય, અથવા ઉચ્છવાસ સહિત ૨૯ માં ઉદ્યોતને ઉદય થાય ત્યારે પણ ૩૦ થાય અને તેના બે ભાંગા, એમ ૩૦ ના ઉદયસ્થાનના કુલ છ ભાંગા થાય છે.
સ્વર સહિત ૩૦ માં ઉદ્યોતને ઉદય થાય ત્યારે ૩૧નું ઉદયસ્થાન થાય તેના ભાંગા ચાર થાય છે.
એમ વિકસેન્દ્રિયના છએ ઉદયસ્થાનના મળી દરેકના ૨૨-૨૨ ભાંગા થવાથી ત્રણેના મળી ૬૬ ભાંગા થાય છે. - કેટલાએક આચાર્ય મહારાજ સાહેબે વિકલેન્દ્રિયને સુસ્વરને ઉદય માનતા નથી પરંતુ ચૂર્ણિકાર તેમજ સતતિક ભાષ્યકાર માને છે. જુઓ સપ્તતિકા ભાષ્ય ૧૦૩ની ટીકા. - સામાન્યથી પંચેન્દ્રિય તિર્યંચને પણ વિકસેન્દ્રિય પ્રમાણે ૨૧ આદિ છ ઉદયસ્થાન હોય છે, પરંતુ અહીં પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાઓને જે જે ઉદયસ્થાનમાં પરાવર્તમાન જેટલી પ્રકૃતિને ઉદય હોય છે, તે દરેકને વારા ફરતી જુદા જુદા ની અપેક્ષાએ ઉદય હોય છે, માટે જે ઉદયસ્થાનમાં પરાવર્તમાન જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તે દરેકની સાથે ગુણતાં તે તે ઉદયસ્થાનના ભાંગાઓની સંખ્યા આવે છે.
૨૧ ના ઉદયના પર્યાના સુભગ-દુર્ભાગ, આય–અનાદેય, અને યશ-અયશ સાથે આઠ તથા અપર્યાપ્તને એક એમ નવ.
૨૬ ના ઉદયમાં પર્યાપ્તના પૂર્વોક્ત આઠ ભાગાઓને છ સંઘયણ અને છ સંસ્થાના સાથે ગુણતાં ૨૮૮, અને અપર્યાપ્તને એક, કુલ ૨૮૯.
અઠ્ઠાવીસના ઉદયમાં ઉપર બતાવેલ પર્યાસના ૨૮૮ ને બે વિહાગતિએ ગુણતાં પ૭૬, ઉચ્છવાસ સહિત અથવા ઉદ્યોત સહિત ૨૯ ના ૫૭૬–૧૭૬ એમ કુલ ૧૧૫ર.