________________
૨૩૬
પચસંગ્રહ તૃતીયખંડ જાય ત્યારે ત્રીજે, તેમજ તેવા ક્ષાપશમિક સમ્યકત્વને ચેથાથી સાતમા સુધી અને ઔપથમિક સમ્યકત્વીને ચોથાથી ૧૧મા સુધી એમ કુલ નવ ગુણસ્થાનકે હેય છે.
૨૪ ની સત્તાવાળા ક્ષાપશમિક સભ્યને ચોથાથી સાત સુધીના યથાસંભવ એ. ચાર ગુણસ્થાનકેમાં મિથ્યાત્વને ક્ષય કર્યા પછી ૨૩ ની, અને મિશ્રમેહનીયને ક્ષય કર્યા પછી ૨૨ ને સત્તા હોય છે કારણકે આ ચાર ગુણસ્થાનકેમાંથી કેઈપણ ગુણસ્થાનકે પહેલા અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વને અને ત્યારબાદ અન્તર્મુહૂર્તમાં મિશ્રમેહનીય ક્ષય કરે છે માટે આ બે સત્તાસ્થાનો યથાસંભવ ચેથાથી સાતમા સુધી જ ઘટે છે. તેમાં પણ તેવીસનું સત્તાસ્થાન ચારે ગુણસ્થાનકેમાં મનુષ્યને જ હોય છે ૨૨ નું સત્તાસ્થાન સમ્યકત્વ મેહનીયના અંતિમ સ્થિતિખંડને ક્ષય કરતે જીવ કાળ કરી ચારે ગતિમાં જઈ શકે છે માટે ચેાથે ગુણસ્થાનકે ચારે ગતિમાં ઘટે છે તિર્યને પાંચમું ગુણસ્થાનક હોવા છતાં સમ્યકત્વ મેહનીયનો ક્ષય કરતો કાળ કરી તિર્યમાં જાય તે અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિકમાં જ જાય છે. અને યુગલિકમાં દેવેની જેમ વિરતિના પરિણામ ન હેવાથી તેમને પ્રથમનાં ચાર ગુણસ્થાનક જ હોય છે.
૨૧નું સત્તાસ્થાન ક્ષાયિક સમ્યકત્વી મનુષ્યને ચોથાથી અગિયારસ સુધી આઠ ગુણસ્થાનકેમાં તેમજ શેષ ત્રણ ગતિના ને થે ગુણસ્થાનકે હેય છે. - ૧૩ આદિ સાત સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે જ હોય છે. અને એકનું સત્તાસ્થાન આજ શ્રેણિમાં નવમા-દશમા ગુણસ્થાનકે હોય છે.
આ સત્તાસ્થાનેને કાળ આ પ્રમાણે છેઃ-૨૮ ને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટતાળ સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ છે કારણકે ૨૦ની સત્તાવાળું મિથ્યાષ્ટિ ઉપશમ સમ્યકત્વ પામી ૨૮ ની સત્તાવાળે થઈ તરતજ ક્ષપશમ સમ્યકત્વ પામી અન્તર્મુહૂર્તમાં અનંતાનુબંધીને ક્ષય કરી શકે છે. માટે જઘન્ય અન્તર્મુહૂર્ત ઘટી શકે છે. અને સાધિક ૧૩૨ સાગરોપમ પછી તે અવશ્ય ક્ષપકશ્રેણિ માંડે અથવા પહેલે જાય એટલે બીજા સત્તાસ્થાનેને સંભવ હોવાથી ઉત્કટથી આ સત્તાસ્થાનેને કાળ એથી વધારે ઘટતું નથી.
૨૭ ને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ એમ બંને રીતે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, કારણકે પહેલે ગુણસ્થાનકે જઈ સમ્યક્ત્વ મેહનયની ઉદૂવલના કરી સત્તાવિશની સત્તાવાળો થાય, ત્યારબાદ મિશ્રમેહનીયન ઉવલના કરતાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલે કાળ લાગે છે.
ર૬ની સત્તાને કાળ અનાદિ-અનંત આદિ ત્રણ પ્રકારે છે અને તેમાં સાદિ-સાન્ત ભાંગાને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધપુદ્ગલપરાવર્ત છે, તે સુપ્રતીત જ છે,