________________
૨૧૦
પંચસંગ્રહ તૃતીયખંડ પહેલા ભાગને ઓળંગી ગયેલા એટલે કે બીજા અને ત્રીજા ભાગમાં રહેલા તેંત્ર, અતિતીવ્ર તેલેશ્યાવાળા જ નારકત્રિક, વિકલત્રિક અને સૂમત્રિક એ નવ પ્રકૃતિએને બંધ કરતા નથી. કારણ કે તેજલેશ્યાવાળા મનુષ્યો અને તિય એ નરકાદિમાં ઉત્પન્ન થતા નથી. ર૯-૩૦ એ બંને ઉદયસ્થાનકે દેવગતિ યોગ્ય આહારદ્ધિક સાથે ત્રીશના બંધકને બાણુંનું સત્તાસ્થાન લીધું છે. ર૯-૩૦ એ બે ઉદયસ્થાન વૈક્રિય અને આહારક બંને શરીરીને હેય છે. બંને ઉદયવાળાને ત્રીને બંધ અહિં લીધે છે. વળી એ નિયમ છે કે આહારકશરીરનામકર્મની જેને સત્તા હોય તે તેની બંધ
એ ભૂમિમાં આહારદિક અવશ્ય બધે છે. આહારકની સત્તા વિના આહારકશરીર કરી શકે નહિ એટલે સાતમાં ગુણકાણે આહારકશરીરીને પણ આહારદ્ધિકને બંધ સંભવે છે.
સપ્તતિક ભાષ્ય ગાથા ૧૨૫ ની ટીકામાં કહ્યું છે કે – ____ " एकत्रिंशद्बन्धे एकोनविंशत्त्रिंशदुदयौ । तत्रैकोनत्रिंशदुदयः पूर्व प्रमत्तभावे आहारकं वैक्रियं वा निर्वर्त्य पश्चादप्रमत्ततां गतस्योद्योतावेदकस्य संयतस्य वाच्यः तीर्थकराहारकद्विकसहितत्वेनैकत्रिंशदुबग्धस्याप्रमत्तभावे एव लभ्यमानत्वात् ।
અર્થાત–આહારકર્દિક અને જિનનામ સાથે દેવગતિગ્ય એકત્રીશના બંધે ઓગણત્રીશ અને ત્રીશ એમ બે ઉદય હોય છે. એટલે કે એ બે ઉદયે વર્તમાન આત્મા એકત્રીશને બંધ કરે છે. તેમાં ઓગણત્રીને ઉદય પહેલાં પ્રમત્તપણામાં આહારક અથવા વૈદિયશરીર કરી પછીથી અપ્રમત્તપણાને પ્રાપ્ત થયેલા ઉદ્યોતના અવેદક સંયતને હોય છે. ઉપર અપ્રમત્ત ભાવ લેવાનું કારણ બતાવતાં કહે છે-તીર્થકર અને આહારદિક સાથે દેવગતિયોગ્ય એકત્રીશનો બંધ અપ્રમત્તપણામાં જ થાય છે.”
અહિં આહારકશરીરીને અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકઠિક સાથે સ્પષ્ટપણે એકત્રીશનો બંધ ગ્રહણ કર્યો છે. કદાચ અલ્પ હેવાને કારણે ન વિવો હોય તે બનવા યોગ્ય છે. આગળ ઉપર આજ ગ્રંથકાર ગાથા ૧૮૩માં જણાવે છે કે____एकत्रिशद्बन्धे द्वावुदयो-एकोनविंशत्त्रिंशत् । तौकोनत्रिंशद् यः प्रमत्तः सन्नाहारकं कृत्वा पश्चादप्रमत्तो भवति तस्यावसेयः । त्रिंशदुदयः पुनस्तस्यैवोद्योतवेदकस्य स्वभावस्थसंयतस्य वा । नन्वेवं सति “एगेगमेगतीसे" इति सप्ततिसूत्रे एकत्रिंशद् बन्धे यदेकमुदयस्थानमुक्तं तद् विरुभ्यते । उत्त्यते-नैष दोषः, पूर्वकृताहारकशरीरस्य तत्राविवक्षणात् । .
અર્થાત –એકત્રીશના બંધે ૨૯ અને ૩૦ એ બે ઉદય હોય છે. તેમાં ૨૯ ને ઉદય જે પ્રમત્ત છતાં આહારક શરીર કરીને પછી અપ્રમત્ત થાય છે, તેને સમજે. અને ત્રીશને ઉદય ઉદ્યોતના વેદક આહારકશરીરીને અથવા સ્વભાવસ્થ સંયતને સમજવો. (અહિં ર૯ અને ૩૦ ના ઉદયે વર્તમાન આહારકશરીરી આધારકદ્રિક બાંધે છે તે બરાબર સ્પષ્ટ કર્યું છે. એટલે જ એના ઉપર હવે પછી શંકા કરે છે.)
શંકા - એકત્રીશના બંધે ૨૯ અને ત્રીશ એ બે ઉદય હોય તે સપ્તતિકામાં ‘ામે તીરે' એ ગાથામાં એકત્રીશના બંધે માત્ર ત્રીશનું એકજ ઉદયસ્થાન કેમ ગ્રહણ કર્યું છે?
જવાબ-અહિં કોઈ દોષ નથી. પૂર્વકત આહારકશરીરની વિવક્ષા નહિ કરેલી હોવાથી સપ્તતિકાની ગાથામાં એક ઉદયસ્થાન ગ્રહણ કર્યું છે.', એટલે અહિં વિવક્ષા કરી નથી એમ જણાય છે.
૧ આ ઉપરથી એમ સમજાય છે કે મંદ તેજલેશ્યાવાળા છ ઉપરોક્ત નવ પ્રકૃતિઓ બાંધે પણ ખરા. જેમકે–તેજલેશ્યાવાળા દેવમાંથી ગયેલા એકેન્દ્રિયે.