________________
-
કમર
-
-
-
સપ્તતિકા ટીકાનુવાદ
પરભવાયુ બંધકાળ ૨ નારકાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, નારક–તિર્યંચાયુની સત્તા, આ ભંગ મિથ્યાષ્ટિને જ હોય છે, કેમકે નારકાયુને બંધ પહેલે ગુણસ્થાનકે જ થાય છે. અથવા ૩ તિર્યંચાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-તિર્યંચ આયુની સત્તા, આ વિકલપ મિથ્યાદષ્ટિ અને સારવાદન એ બેને હોય છે, કેમકે તિર્યંચાયુને બંધ પહેલા જ ગુણસ્થાનકે થઈ શકે છે. અથવા ૪ મનુષ્યાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની, સત્તા, આ વિકલ્પ પણ પહેલા અને બીજા એ બે ગુણસ્થાનકે જ હેય છે. કેમકે અવિરતિ સમ્યગદષ્ટિ કે દેશવિરતિ તિર્યંચને દેવાયુને જ બંધ થાય છે. અથવા ૫ દેવાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા, આ વિકલ્પ મિથ્યાદષ્ટિ, સાસ્વાદન, અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિને હેય છે.
આ ચારે વિકલ પરભવના આયુને બંધ થતું હોય ત્યારે બંધકાળ હોય છે. સમ્યમિથ્યાષ્ટિને આયુને બંધ જ નહિ થતું હોવાથી તેને આયુના બંધકાળનો કોઈ ભંગ હેતે નથી.
પરભવના આયુને બંધ થઈ રહ્યા બાદ ૬ તિર્યંચાયુને ઉદય, નરક–તિવચાયુની - સત્તા, આ વિકલ્પ પહેલેથી પાંચે ગુણસ્થાનક પર્યત હેય છે, કારણ કે નરકાયુને બંધ થયા પછી સમફત્રાદિ પ્રાપ્ત થવાનો સંભવ છે. ૭ અથવા તિર્યંચાયુને ઉદય, તિર્યચતિર્યચાયુની સત્તા, અથવા ૮ તિર્યંચાયુને ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની સત્તા, અથવા ૯ તિર્ય. ચાયુને ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા આ ત્રણે વિકલ્પ પણ પહેલેથી પાંચે ગુણસ્થાનક પર્યત હેય છે. કેમકે કોઈ પણ આયુને બંધ થયા પછી તિર્યંચે સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે તિર્થને આયુના નવ વિકલ્પ થયા. ' હવે મનુષ્ય આશ્રયી કહે છે ૧ મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયુની સત્તા. આ વિકલ્પ અગિકેવલિ પર્યંત હોય છે. કેમકે મનુષ્યને ચૌદે ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે છે.
પરભવાયું બંધ કાળે ૨ નરકાયુને બંધ, મનુષ્યાયુને ઉદય, નરક-મનુષ્યાયુની સત્તા. આ વિકલ્પ મિથ્યાદષ્ટિને જ હોય છે, કેમકે અન્યત્ર નરકાયુને બંધ થતું નથી. ૩ તિર્ય. ગાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, તિર્યંચ મનુષ્યાયુની સત્તા, આ વિકપ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદનીને હોય છે કેમકે તિર્યંચાયુને બંધ પહેલા બે ગુણસ્થાનકે જ થાય છે માટે ૪ મનુષ્પાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-મનુષ્પાયુની સત્તા, આ વિકપ પણ પહેલા બે ગુણસ્થાનકે જ હોય છે. મનુષ્યને મનુષ્યાયુને બંધ પણ પહેલા બે ગુણસ્થાનક સુધી જ થાય છે. ૫ દેવાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, દેવ–મનુષ્પાયુની સત્તા, આ વિકલ્પ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી હોય છે. દેવાયુને બંધ ત્રીજા ગુણસ્થાનકને છોડી સાતમા પર્યત થાય છે. આ ચારે વિકલ્પ પરભવાયુ બંધકાળે હેય છે.