________________
૧૯૬
- પંચસંગ્રહ તૃતીયખંડ ટીકાનુ-પર્યાપ્ત સંસિ સિવાય તેર જીવલેમાં પાંચ-પાંચ સત્તાસ્થાને હેય છે. તેમાં ત્રણ અધ્રુવ સંજ્ઞાવાળાં હોય છે. તે આ-૮૬-૮૦–૭૮, તથા બાણું ૯૨, અને અાશી ૮૮. આ પ્રમાણે કુલ પાંચ સત્તાસ્થાને હોય છે.
અઠોતેરનું સત્તાસ્થાન સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય તેઉ-વાયુમાં પિતાના ચારે ઉદયમાં હોય છે. તેમજ તેઉ-વાયુમાંથી નીકળી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલા હોય તેને એકવીશ, ચોવીશ એમ બે ઉદયમાં અને બેઈન્દ્રિયાદિ તિર્યમાં ઉત્પન્ન થયેલા હોય તેને એકવીશ, છવ્વસ એમ બે ઉદયમાં હોય છે, શેષ ઉદમાં હતાં નથી.
સંજ્ઞમાં ગુણસ્થાનકના કમે બારે સત્તાસ્થાને હોય છે. તે જેમ પહેલાં કહી ગયા તે પ્રમાણે સમજવાં. આ પ્રમાણે ચૌદ છવભેદમાં નામકર્મનાં સત્તાનાં સ્થાનકે કહ્યાં. ૧૩૯
આ પ્રમાણે ચૌદ અવસ્થાનકમાં નામકર્મના બંધ, ઉદય અને સત્તાના સ્થાનકે કહ્યાં. હવે ગતિ આદિ માર્ગણાઓમાં બંધ, ઉદય અને સત્તાસ્થાન સંબંધે સત્યપ્રરૂપણ કરે છે--
बझंति सत्त अट्ठ य नारयतिरिसुरगईसु कम्माई । उदीरणावि एवं संतोइण्णाई अट्ठ तिसु ॥१४॥
बध्यन्ते सप्ताष्टौ च नारकतिर्यक्रगतिषु कर्माणि ।
તરીકળrsmi દુરપાઈ તિy I ૧૪૦ || અર્થ-નારકી, તિર્યંચ અને દેવ એમ ત્રણ ગતિમાં સાત કે આઠ કર્મ બંધાય છે. ઉદીરણા પણ સાત અને આઠ કમની થાય છે. સત્તા અને ઉદયમાં આઠ કર્મો હોય છે.
ટીકાનું–નારકી, તિર્યંચ અને દેવ એમ ત્રણ ગતિમાં પ્રતિસમય સાત અને આઠ કર્મો બંધાય છે. તેમાં આયુને જ્યારે બંધ થાય ત્યારે આઠ બંધાય છે, અન્યથા પ્રતિસમય સાતને બંધ થયા કરે છે. ઉદીરણા પણ સાત કે આઠની થાય છે. તેમાં પિતાપિતાના આયુની છેલ્લી એક આવલિકા સત્તામાં શેષ રહે ત્યારે તે એક આવલિકા પર્યત સાતની. અને શેષકાળ આડેની ઉદીરણા થાય છે. તથા સત્તા અને ઉદય નારકી તિર્યંચ અને દેવેને આઠે કર્મને હોય છે. કેઈ પણ કાળે સાત કે ચારને ઉદય હેતું નથી. કેમકે તેમાં ક્ષપક કે ઉપશમ શ્રેણિની પ્રાપ્તિને અભાવ છે. ૧૪૦
गुणभिहियं मणुएसुं सगलतसाणं च तिरियपडिवक्खा । मणजोगी छउमाइ व कायवई जह सजोगीणं ॥१४१॥