________________
૧લ
સપ્તતિકા ટીકાનુવાદ - પર્યાપ્ત-આદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંપિચેન્દ્રિય એ પાંચ અવસ્થાનકેમાં પૂર્વોક્ત ત્રણ ઉદયસ્થાન સાથે સાતનું ઉદયસ્થાન જોડતાં ચાર ચાર ઉદયસ્થાનકો હોય છે. એટલે કે ઉપરોક્ત પાંચ અવસ્થાનકોમાંના દરેકને ચાર ચાર ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે –-૮-૯-૧૦.
આ જીવસ્થામાં મિથ્યાષ્ટિ અને સાસ્વાદન એમ બે ગુણસ્થાન હોય છે. તેમાં મિયાદડિટને આઠ, નવ અને દશ એમ ત્રણ ઉપર કહ્યાં તે પ્રમાણે ઉદયસ્થાને હોય છે. અને સાસ્વાદને મિથ્યાત્વને ઉદય નહિ હોવાથી સાત, આઠ અને નવ એમ ત્રણ ઉદયસ્થાનકે હોય છે. અહિં ઉપરોક્ત જીવસ્થામાં ત્રણ વેદમાંથી એક નપુંસકવેદજ ઉદયમાં હોય છે, તેથી વીશીના સ્થાને આઠ આઠ ભાંગાજ થાય છે. એટલે મિથ્યાદષ્ટિ અને સારવાદન ગુણસ્થાનકે ત્રણ ત્રણ ઉદયસ્થાનકના મળી બત્રીસ બત્રીસ ભાંગા થાય છે. "
એજ પૂર્વોક્ત આઠ અને પાંચ કુલ તેરે જીવસ્થાનમાં ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. તે આ-૨૮-ર૭-ર૮. ગાથામાં ગ્રહણ કરેલ તુ શબ્દ અધિક અર્થને સૂચક હોવાથી સાસાદનભાવમાં વર્તતા બાદર એકેન્દ્રિયાદિ પાંચ જવસ્થાનકોમાં માત્ર અઠ્ઠાવીશનું એકજ સત્તાસ્થાન હોય છે.
કરણ અપર્યાપ્ત કેટલાએક સંજ્ઞિમાં સત્તરનું બંધસ્થાનક, છ આદિ ચાર ઉદયરથાનકે અને ગ્રેવીસ આદિ સત્તાસ્થાને હોય છે, એ અર્થ અધિક સમજ, કેમકે કરણ--અપર્યાપ્ત સંસિને ચોથું ગુણસ્થાન પણ હોય છે, એટલે તેમાં સત્તરને બંધ, છ, સાત, આઠ અને નવ એમ ચાર ઉદય અને અઠ્ઠાવીશ, વીશ, બાવીશ અને એકવીશ એમ ચાર સત્તાસ્થાનકે સંભવે છે.
આ સઘળા બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકોનું સ્વરૂપ વિગેરે પહેલાં આવી ગયું છે, તે પ્રમાણે અહિં સમજવાનું છે. ૧૩૬
આ પ્રમાણે જીવસ્થાનકોમાં મેહનીયકર્મનાં બંધ, ઉદય અને સત્તાનાં સ્થાનકો કહ્યાં. હવે નામકર્મના સંબંધે કહે છે–
सण्णिम्मि अट्ठसण्णिम्मि छाइमा तेऽट्ठवीस परिहीणा । पज्जत्तविगलबायरसुहुमेसु तहा अपज्जाणं ॥१३७॥ संज्ञिन्यष्टावसंज्ञिनि षडादिमास्तेऽष्टाविंशतिपरिहीनाः ।
पर्याप्तविकलबादरसूक्ष्मेषु तथा अपर्याप्तेषु ।। १३७ ॥ - અર્થ–સંત્તિમાં આ બંધથાનકો હોય છે. અસંક્તિમાં આદિનાં છ હોય છે. અને અાવીશ સિવાયનાં પર્યાપ્ત-અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને બાદર-સૂક્ષમ એકેન્દ્રિયમાં હોય છે.