________________
પંચસ ંગ્રહ તૃતીયખડ
3
આયુના અંધ નહિજ થતા હૈાવાથી સાત અને દશમે આપ્યુ અને માહ વિના છ કા મધ થાય છે. આ ત્રણે ખંધસ્થાનકેામાં ઉપરાક્ત પાંચ કર્માંમાંનું કોઈપણ કમ્મ ખંધાય એ જ ૧૨
આ પ્રમાણે કયા કર્મીના અંધ સાથે કેટલા કર્માંના અંધ થાય તે કહ્યુ. હવે કયા કના ઉદય સાથે કેટલા કર્મના ઉદય અને સત્તા હાય તે કહે છે
मोहस्सुद अवि सत्तय लग्भन्ति सेसयाणुदए । सन्तोइण्णाणि अघाइयाणं अड सत्त चउरो य ॥ ७॥ ३
मोहदये अष्टसप्त च लभ्यन्ते शेषकाणामुदये । सदुदीर्णानि अघातिनां अष्टौ सप्तचत्वारि च ||३||
અથ—માડુનીયના ઉદ્દય હાય ત્યારે આ કર્માં ઉદય અને સત્તામાં ડાય છે. શેષ ત્રણ ઘાતિ કમ્મના ઉદયે આઠ અને સાત, અને અધાતિ કમ્મના ઉદય છતાં આઠ, સાત કે ચાર કર્માં ઉદય અને સત્તામાં હાય છે.
ટીકાનુ–મેહનીયકમ ના ઉડ્ડય સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક પર્યન્ત હોય છે, માટે મેહનીયના જ્યારે ઉદય હોય ત્યારે આઠે કમ્ભેના ઉદ્દય અને સત્તા હૈાય છે. કેમકે દશમા ગુણુસ્થાનક પર્યન્ત સઘળાં કમ્મર્માં ઉદય અને સત્તામાં હોય છે, એક પણ કમ્મ ઓછુ થતું નથી.
શેષ જ્ઞાનાવરણુ, દનાવરણુ અને અન્તરાય એ ત્રણમાંથી કાઈ પણ કમ્મના ઉદય હોય ત્યારે આઠે અને સાત કર્મો ઉદય અને સત્તામાં હોય છે. ત્રણ ઘાતિ કમ્મના ઉદય ખારમા ગુણસ્થાનક પન્ત હોય છે, ત્યાં સુધીમાં આઠ અને સાત એ એ ઉદય સ્થાનક અને સત્તા સ્થાનક હાય છે. તેમાં દશમા ગુણુસ્થાનક પર્યન્ત આડેના ઉદય અને સત્તા હાય છે, અગિયારમે સાતના ઉદય અને આઠની સત્તા, અને બારમે ગુણુઠાણું સાતના હૃદય અને સાતની સત્તા હાય છે.
વેદનીય, આયુ, નામ અને ગેત્રમાંથી કોઈપણ અઘાતિ જ્ન્મના ઉદય છતાં આઠે સાત અને ચાર એ ત્રણમાંથી કોઈ પણ સ્થાન ઉદય અને સત્તામાં હેાય છે. ચારે
૧ અહિં સંવેધમાં કયા મૂળ કર્મના કે કઈ ઉત્તર પ્રકૃતિના બંધ ઉદય કે સત્તા કયા ગુણસ્થાનક સુધી થાય છે તેને નિર્ણય કરી અમુક મૂળ કે ઉત્તર પ્રકૃતિને બંધાદિ છતાં અમુક મૂળ કે ઉત્તર પ્રકૃતિ બંધાદિમાં હોય છે તે વિચારવાનુ... હાય છે.એટલે બીજા ક્રમ્સ્ટગ્રંથમાં ગુણસ્થાનકા માં જે અધાદિ અધિકારી કહ્યા છે તે આ ગ્રંથ ભણતી વખતે બરાબર યાદ કવાર.