________________
૧૦૮
પંચગ્રહ વતીયખંડ તીર્થકરનામ અને આહારક ચતુષ્ક બંને ન્યૂન થતાં અઠ્ઠાશી પ્રકૃતિ પ્રમાણ ચોથું સત્તાસ્થાન થાય છે. આ ચાર સત્તાસ્થાનને પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવામાં આવે છે.
તે પહેલા ચતુષ્કમાંથી ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે નામકર્મની તેર પ્રકૃતિને ક્ષય થાય ત્યારે એંશી, ઓગણએંશી, છોતેર અને પંચેતેર એમ ચાર સત્તાસ્થાન થાય છે, એને દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક કહેવામાં આવે છે.
પહેલા સત્તાસ્થાન ચતુષ્કના ચેથા અઠ્ઠાશી પ્રકૃતિપ્રમાણુ સત્તાસ્થાનમાંથી દેવગતિ, દેવાનુ પૂવી ( અથવા નરકગતિ, નરકાનુપૂર્વો)ની ઉદ્ધલના થાય ત્યારે છયાશી પ્રકૃતિ પ્રમાણુ પહેલું અધ્રુવ સંજ્ઞાવાળું સત્તાસ્થાન થાય છે. તેમાંથી પહેલાં જે નરકદ્વિકની ઉદ્ધલના થઈ હોય તે દેવદ્ધિક અને ઐક્રિય ચતુષ્કને ઉવેલે ત્યારે, અને જે પહેલાં દેવદ્વિકની ઉદ્વલના થઈ હોય તે નરકટ્રિક અને શૈક્રિય ચતુષ્ક ઉલે ત્યારે એંશી પ્રકૃતિના સમૂહરૂપ અધ્રુવ સંસાવાળું બીજું સત્તાસ્થાન થાય છે. તેમાંથી મનુષ્યદ્ધિક ઉલે ત્યારે અઠ્ઠોતેર પ્રકૃતિના સમૂહરૂપ અધ્રુવ સંજ્ઞાવાળું ત્રીજું સત્તાસ્થાન થાય છે.
પાછળનાં છયાસી, એંશી, અઠ્ઠોતેર એ ત્રણ સત્તાસ્થાનેને બહુ પ્રાચીન ગ્રંથમાં “અબુવ’ એવા નામે વ્યવહાર કર્યો છે. તથા નવ પ્રકૃતિપ્રમાણ અને આઠ પ્રકૃતિપ્રમાણ, સઘળા મળી નામકર્મનાં બાર સત્તાસ્થાન થાય છે.
શંકા-ઉપર જે સત્તાસ્થાને કાં તેને સરવાળે કરતાં તેર સત્તાસ્થાન થાય છે. તે આ પ્રમાણે–પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક, દ્વિતીય, સત્તાસ્થાન ચતુષ્ક, અધ્રુવ સંજ્ઞાવાળું ત્રિક, નવ, અને આઠ. તે પછી એમ કેમ કહે છે કે બાર સત્તાસ્થાન થાય છે?
ઉત્તર–એંશી પ્રકૃતિ પ્રમાણ સત્તાસ્થાન બે પ્રકારે થાય છે. એક તે ત્રાણુંમાંથી નામકર્મની તેર પ્રકૃતિને ક્ષય થાય ત્યારે અને બીજું અડ્રાશમાંથી દેવદ્રિક, નરકટ્રિક અને વૈક્રિય ચતુષ્કની ઉદ્ધલના થાય ત્યારે. પરંતુ સંખ્યામાં તુલ્ય હેવાથી એકજ વિવર્યું છે એટલે નામકર્મનાં બાર સત્તાસ્થાને કહ્યાં છે. આ પ્રમાણે ઉપરોક્ત ત્રાણું આદિ બારે સત્તાસ્થાને સપ્તતિકાના અભિપ્રાયે કહાં.
કર્મપ્રકૃતિકાર આદિના અભિપ્રાયે આજ રીતે એક ત્રણ આદિ સમજવાં. તે આ પ્રમાણે-કર્મપ્રકૃતિકાર આદિ બંધન પંદર માને છે એટલે એકસો ત્રણ પ્રકૃતિને જે પિંડ તે પહેલું સત્તાસ્થાન, તેમાંથી તીર્થંકરનામ ન્યૂન એક બે પ્રકૃતિપ્રમાણુ બીજું સત્તાસ્થાન, એક ત્રણમાંથી આહારક સપ્તક ન્યૂન છનું પ્રકૃતિપ્રમાણ ત્રીજું સત્તાસ્થાન, એક ત્રણમાંથી તીર્થંકરનામ અને આહારકસપ્તકય્ન પંચાણું પ્રકૃતિ પ્રમાણુ શું સત્તાસ્થાન. આ ચાર સત્તાસ્થાનને પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક એ નામથી વ્યવહાર થાય છે.