________________
૧૦૪.
પંચસંગ્રહ તુતીયખંડ - તેમાંથી સાધારણ, સૂકમ, અપર્યાપ્ત અને આતપ નામને મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ થાય છે. વ્યવચ્છેદ એટલે ત્યાંજ ઉદય હોય છે, ત્યાર પછીના ગુબ્રુસ્થાનકે હિતે નથી. તાત્પર્ય એ કે જે પ્રકૃતિઓને જે ગુણસ્થાનકે ઉદય વિ છેદ થાય તે ગુણ
સ્થાનક સુધી જ તે પ્રકૃતિઓને ઉદય હોય છે, ત્યારપછીનાં ગુણસ્થાનકે હેતે નથી. આ નિયમને અનુસરીને સાધારણાદિ પ્રકૃતિએને મિથ્યાદિષ્ટ ગુણસ્થાનકે જ ઉદય હોય છે, સસ્વાદનાદિને તે નથી. એટલે સાસ્વાદને સાઠ પ્રકૃતિઓને ઉદય હોય છે.
સાસ્વાદને સ્થાવરનામ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ એ પાંચ પ્રકૃતિને ઉદયવિદ થાય છે. એટલે કે પાંચ પ્રકૃતિને ઉદય સાસ્વાદન સુધી જ હોય છે. મિશ્રદકિટ આદિ કઈ ગુણસ્થાનકે હેતે નથી.
વળી કોઈ પણ મિશ્રદષ્ટિ કાળ કરતા નથી. કહ્યું છે કે-“સમ્યફમિથ્યાષ્ટિ કાળ કરતું નથી.” કાળ કરતે નહિ લેવાથી ચારે આનુપૂર્વીને ઉદય પણ અહિં સંભવ નથી એટલે સાઠમાંથી સ્થાવરાદિ પાંચ અને આનુપૂર્વી ચાર કુલ નવ પ્રકૃતિ જતાં એકાવન પ્રકૃતિને ઉદય મિશ્રદકિટને હોય છે. ૮૯
હવે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જે પ્રકૃતિએને ઉદયવિચછેદ થાય છે.
તે કહે છે :
सम्मे विउव्विछक्कस्स दुभगणाएज्जअजसपुवीणं । विरयाविरए उदओ तिरिंगइउज्जोयपुव्वाणं ॥२०॥
सम्यक्त्वे वैक्रियषट्कस्य दुर्भगानादेयायशःपूर्वीणाम् ।
विरताविरते उदयः तिर्यग्गयुधोतपूर्वयोः ॥ ९ ॥ અર્થ—વૈક્રિય વર્ક, દુર્ભગ, અનાદેય, અપયશકીર્તિ અને આનુપૂર્વીને ઉદય અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે હોય છે. તિર્યંચગતિ અને ઉદ્યોતને ઉંદય વિરતાવિરતગુણસ્થાનકે હોય છે.
ટીકાનુડ –અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન અપાન્તરાલગતિમાં-વિગ્રહગતિમાં પણ હોય છે, એટલે તેને ચારે આનુપૂર્વીઓને ઉદય સંભવે છે. તેથી તે ચારને ઉદય
કિત એકાવનમા ઉદયમાં વધારતાં પંચાવન પ્રકૃતિએને ઉદય અવિરતિ સમષ્ટિને હોય છે.
તેમાંથી ક્રિય ષક-દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિય શરીર અને વયિ અંગે પાંગ. દુર્ભાગ, અનાહેય, અપયશકીર્તિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી
. ૧. અહિં સાઠને ઉદય બતાવ્યો, પણ કર્મ સ્તવમાં જણાવ્યા અનુસાર અહિં નરમાપૂવને ઉદય હેતું નથી.