________________
૮%
સપ્તતિકા ટીકાનુવાદ
ત્યાર બાદ પ્રાણાપાન પર્યામિએ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય મેળવતાં છવ્વીસને ઉદય થાય છે. અહિં પણ પચીસના ઉદયમાં કહ્યા તેમ છ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચલ્ડ્રવાસને ઉદય થતાં પહેલાં કેઈને આતપ કે કેઈને ઉદ્યોતને ઉદય થઈ શકે છે. અહિં ઉદ્યોતના ઉદયયુક્ત છવીસના ઉદયના ચાર અને આપના ઉદયયુક્ત છવીસના ઉદયના બે, કુલ છ વિકલ્પ થાય છે.
તે આ પ્રમાણે આદર-પ્રત્યેક-ઉદ્યોત-યશ, બાદર-પ્રત્યેક-ઉદ્યોત-અપયશ, બાદરસાધારણ-ઉદ્યોત-ચશ, બાદર-સાધારણ-ઉદ્યોત-અપયશ, બાદર-પ્રત્યેક- આતપ-યશ, અને બાદર-પ્રત્યેક-આત૫-અપયશ. ઉદ્યોતને ઉદય બાદર પ્રત્યેક કે સાધારણને હોય છે, સૂકમને હેતું નથી અને આપને ઉદય બાદર પ્રત્યેકને જ હોય છે. એટલે અનુક્રમે ચાર અને બે જ વિકલ્પ થઈ શકે છે.
બાદર વાયુકાયને વૈક્રિય કરતાં પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને પચીસના ઉદયમાં ઉચ્છવાસને ઉદય મેળવતાં છવ્વીસને ઉદય થાય છે. અહિં પૂર્વવત્ એક જ ભંગ થાય છે. તેઉકાય-વાયુકામાં આતપ-ઉદ્યોત અને યશકીર્તિને ઉદય હોતું નથી, એટલે તદાશ્રિત વિક થતા નથી. સઘળા મળી છવ્વીસના ઉદયના તેર વિકલ્પ થાય છે.
તથા પ્રાણપાન પર્યાપ્તિએ ઉપવાસના ઉદય સહિત છવ્વીસના ઉદયમાં આતપ કે ઉદ્યોતને ઉદય મેળવતાં સત્તાવીસ થાય છે. અહિં ઉદ્યોત કે આતપના ઉદયયુક્ત છવ્વીસના ઉદયમાં જેમ છ ભાંગા કહ્યા તેજ રીતે છ ભાંગા થાય છે. સઘળા મળી એકેન્દ્રિયને પિતાના પાંચ ઉદયસ્થાનમાં બેતાલીસ ભંગ થાય છે. ૮૦
परघायसासआयवजुत्ता पणछक्कसत्तवीसा सा । संघयणअंगजुत्ता चउवीस छवीस मणुतिरिए ॥ ८१ ॥
पराघातोश्छ्वासातपयुक्ता पश्चषड्सप्तविंशतिः सा ।
संहननाङ्गयुक्ता चतुर्विंशतिः षविंशतिर्मनुजतिर्यक्षु ॥ ८१॥ અર્થ–પૂર્વોક્ત તે વીસ અનુક્રમે પરાઘાત, ઉચ્છવાસ અને આતપ યુકત કરીએ ત્યારે પચીસ, છવીસ અને સત્તાવીસ થાય છે. તથા પૂર્વોક્ત, વીસ સંઘયણ અને અંગોપાંગ યુકત કરીએ ત્યારે છવીસ થાય છે. અને તે મનુષ્ય તથા તિયામાં હોય છે.
સક્ષમ કે બાદર અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિયને ૨૧-૨૪ બે ઉદયસ્થાન હોય છે. સમ પર્યાપ્તને ૨૧-૨૪-૨૫-૨૬ એ ચાર ઉદયસ્થાન હોય છે. તેઓને આતપ કે ઉદ્યોતને ઉદય હતો - ની. બાર તેહ-વાયુને પણ એજ ચાર ઉદયસ્થાને હોય છે. ત્યાં ભાંગા યથાયોગ્યપણે સ્વયમેવ વિચારી લેવા. બેઈન્દ્રિયાદિ અપર્યાપ્તને પણ પોતાના ઉદયસ્થાનમાંથી શરૂઆતના બે જ ઉયસ્થાને હોય છે.