________________
બંધનકરણ
સ્પદ્ધક થાય છે, આ પહેલું પદ્ધક છે.
ટીકાનુ–પહેલી વણાથી આરંભી એક એક અધિક રસાણુવાળી અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગપ્રમાણ વર્ગણાના સમૂહનું સ્પદ્ધક થાય છે. આ પહેલું સ્પદ્ધક છે. આ પ્રમાણે સ્પર્ધક પ્રરૂપણા કરી. હવે અંતર પ્રરૂપણા કરે છે–
अओ परं नत्थि रूवहिया ॥४७॥ सव्वजियाणंतगुणे पलिभागे लंघिउं पुणो अन्ना । एवं भवंति फड्डा सिद्धाणमणंतभागसमा ॥४८॥
અતિઃ પર નાતિ સ્પધા આઝા • सर्वजीवानन्तगुणान् पलिभागान् लचित्वा पुनः अन्याः ।
एवं भवन्ति स्पर्द्धकानि सिद्धानामनन्तभागसमानि ॥४८॥ અર્થ—અહીંથી આગળ એક રૂપ અધિક વર્ગણા નથી. સર્વ જીવોથી અનન્તગુણ રસાણુઓ ઓળંગીને અન્ય વર્ગણા થાય છે. એ પ્રમાણે સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ સ્પદ્ધકો થાય છે.
ટીકાનુ–પહેલા સ્પર્દકની છેલ્લી વર્ગણાથી એક એક રસાવિભાગથી અધિક કોઈ પરમાણુ હોતા નથી પરંતુ સર્વ જીવોથી અનન્તગુણ અધિક રસાવિભાગવાળા પરમાણુ હોય છે. એટલે કે છેલ્લી વર્ગણા માંહેના કોઈપણ પરમાણુના રસાણુની સંખ્યામાં સર્વ જીવથી અનંતગુણ રસાણુની સંખ્યા ઉમેરીએ અને જેટલા થાય તેટલા રસાણુવાળા પરમાણુઓ હોય છે. સમાન રસાણુવાળા તેઓનો જે સમુદાય તે બીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણા થાય છે. એક એક અધિક રસાણુવાળા પરમાણુના સમૂહની બીજી વર્ગણા, બે બે અધિક રસાણુવાળા પરમાણુના સમૂહની ત્રીજી વર્ગણા, એ પ્રમાણે એક એક અધિક રસાણુવાળા પરમાણુના સમૂહની અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગપ્રમાણ વર્ગણાઓ થાય છે. તેઓનો જે સમૂહ તે બીજું સ્પર્ધક છે.
બીજા સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણાથી એક એક અધિક રસાણુવાળા પરમાણુઓ હોતા નથી પરંતુ સર્વ જીવથી અનંતગુણ રસાવિભાગવાળા પરમાણુઓ હોય છે. સમાન રસાણુવાળા તેઓનો જે સમુદાય તે ત્રીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણા થાય છે. તેનાથી એક રસાણ અધિક પરમાણુના સમુદાયની બીજી વર્ગણા, બે રસાણ અધિક પરમાણુના સમૂહની ત્રીજી વર્ગણા. આ પ્રમાણે એક એક રસાણ અધિક પરમાણુના સમૂહની અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ થાય છે. તેઓનો જે સમુદાય તે ત્રીજું સ્પદ્ધક છે.
આ પ્રમાણે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ સ્પદ્ધકો થાય છે. દરેક સ્પર્ધ્વકની વચમાં સર્વ જીવોથી અનંતગુણ રસાણનું અતર છે. આ પ્રમાણે અંતર પ્રરૂપણા પંચ૦૨-૯