________________
બંધનકરણ
ટ્રીકાનુયોગાનુસારે સમયે સમયે અનંતાનંત વર્ગણાઓ ગ્રહણ કરે છે અને તેઓમાંના એક એક પરમાણુમાં કાષાયિક અધ્યવસાયના વશથી ઓછામાં ઓછા પણ સર્વજીવથી અનંતગુણ ગુણપરમાણુ-ભાવપરમાણુ-રસાણ ઉત્પન્ન કરે છે. જીવે ગ્રહણ કરતાં પહેલાં–જ્યાં સુધી જીવે પ્રહણ કરેલા નથી હોતા ત્યાં સુધી કર્મપ્રાયોગ્ય વર્ગણામાંહેના કોઈપણ પરમાણુઓ તથાવિધ વિશિષ્ટરસયુક્ત-આવારક રસયુક્ત નહોતા પરંતુ પ્રાયઃ નીરસ અને એક જ સ્વરૂપવાળા હતા એટલે કે જ્ઞાનાવરણીય આદિ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા નહોતા. જ્યારે જીવ ગ્રહણ કરે છે ત્યારે તે જ સમયે કાષાયિક અધ્યવસાયથી એક એક પરમાણમાં ઓછામાં ઓછા સર્વ જીવ કરતાં અનંતગુણા રસાવિભાગો ઉત્પન્ન થાય છે, તેમ જ જ્ઞાનાવારકત્વાદિ ભિન્ન ભિન્ન સ્વભાવો પણ ઉત્પન્ન થાય છે. જીવ અને પુગલની અચિન્યશક્તિ હોવાથી આ બધું બની શકે છે તેમાં શંકા કરવા જેવું નથી, તેમ જ યુક્તિયુક્ત નથી એમ પણ નથી, અસંગત પણ નથી.
આ સંબંધમાં એક દષ્ટાંત આપે છે કે–જેમ શુષ્ક ઘાસના પરમાણુઓ અત્યંત નીરસ તેમ એક સરખાં હોય છે છતાં પણ જ્યારે ગાય વગેરે તેને ખાય છે ત્યારે તે પરમાણુઓ દૂધરૂપે અને સાત ધાતુરૂપે પરિમાણ પામે છે, તેમ કર્મયોગ્યવર્ગણાઓ પ્રાયઃ નીરસ અને એક સરખી હોવા છતાં જ્યારે જીવો ગ્રહણ કરે છે ત્યારે તેની અંદર રસ અને સ્વભાવ ઉત્પન્ન થાય છે. જીવમાં તેવા પ્રકારનો તીવ્ર કે મંદરસ તેમજ ભિન્ન ભિન્ન સ્વભાવ ઉત્પન્ન કરે તેવા પ્રકારના કાષાયિક અધ્યવસાયો છે અને કર્મવર્ગણાઓમાં તે તે જાતનો પરિણામ થવાનો સ્વભાવ છે એટલે તે સઘળું બની શકે છે. આ પ્રમાણે અવિભાગ-રસાણ કોને કહે છે તેનો વિચાર કર્યો. ૪૪. આ વિષયમાં પાક્ષિક પ્રશ્ન કરે છે –
एकज्झवसायसमज्जियस्स दलियस्स किं रसो तुल्लो । नह होंति णंतभेया साहिज्जंते निसामेह ॥४५॥ एकाध्यवसायसमज्जितस्य दलिकस्य किं रसस्तुल्यः ।
नहु भवन्त्यनन्तभेदाः साध्यमानान् निशमयत ॥४५॥ અર્થ-એક અધ્યવસાયથી ગ્રહણ કરેલ દલિકનો રસ શું તુલ્ય છે? નથી, અનંતભેદો છે. કહેવાતા ભેદોને તમે સાંભળો.
ટીકાનુ-વિવલિત સમયે કોઈપણ એક અધ્યવસાયથી ગ્રહણ કરેલ અનન્ત વર્ગણાના * દરેક પરમાણુમાં રસ શું સમાન હોય છે ? ઉત્તરમાં કહે છે કે સરખો હોતો નથી, ઓછોવત્તો
હોય છે. તેના ચડતાં ચડતાં અનંતા ભેદો થાય છે. તે અનંતા ભેદોને હવે પછી કહીએ છીએ તે સાવધાનતાપૂર્વક તમે સાંભળો. ૪૫.
૧. અહીં પ્રાયો નીરક્ષા સ્વરૂપ એ પદ ટીકામાં મૂકવાનું કારણ એમ લાગે છે કે જ્યાં સુધી જીવે કાર્મણવર્ગણા આત્મસાત કરી નથી હોતી ત્યાં સુધી તેમાં રસ-આવારક શક્તિ કે જ્ઞાનાવરણીયાદિ ભિન્ન ભિન્ન સ્વભાવ ઉત્પન્ન થયેલા હોતા નથી એટલે કે તેમાં રસ અને પ્રકૃતિ હોતાં નથી, સઘળા એક
સ્વરૂપવાળા હોય છે. પરંતુ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં હેતુભૂત સ્નેહ તો હોય છે. તાત્પર્ય એ કે સ્નેહ હોય છે, રસ-અનુરાગ હોતો નથી એટલે ઉપરોક્ત પદમાં કહેલી હકીકત સંગત થાય છે.