________________
૭૮૮
પંચસંગ્રહ-૨ ચોથું કારણ–પ્રથમ ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ વખતે જો મિથ્યાત્વની જેમ અનંતાનુબંધિની પણ સર્વોપશમના થતી હોત તો અંતરકરણ કર્યા પછી મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ રહે ત્યારે મિથ્યાત્વની જેમ અનંતાનુબંધિની પણ ઉદીરણા ન થાય માટે તેવા મિથ્યાષ્ટિને અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, ત્રણમાંથી એક વેદ અને એક યુગલ એમ જઘન્યથી છ પ્રકૃતિનું ઉદીરણાસ્થાન પણ આવી શકે, પરંતુ કર્મપ્રકૃતિમાં તે ક્યાંય બતાવેલ નથી. તેથી અનંતાનુબંધિનો ક્ષયોપશમ જ થતો હોય તેમ લાગે છે. પછી તો બહુશ્રુતો તો કહે તે પ્રમાણ.
ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત