________________
૭૮૬
પંચસંગ્રહ-૨ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ચૂર્ણિમાં તેમજ ગાથા ૧૬ની ટીકામાં બતાવેલ છે. માટે કોઈ વિરોધ નથી.
પ્રશ્ન–૪૮. નવમા ગુણસ્થાનકમાં તેમજ તેથી ઉપરનાં ગુણસ્થાનકોમાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થયેલ કર્મ સત્તામાં હોય કે ન હોય ? તેમજ ત્યાં આ ત્રણ કરો પ્રવર્તે કે નહિ?
ઉત્તર–આઠમા ગુણસ્થાનકના ચરમ સમયે આ ત્રણે કરણો વિચ્છેદ થાય છે. માટે અનિવૃત્તિકરણાદિ ગુણસ્થાનકોમાં દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચિત થયેલ કોઈપણ કર્મનાં દલિકો સત્તામાં હોતાં નથી. તેમજ કોઈપણ કર્મના સત્તાગત દલિકોમાં આ ત્રણ કરણો પ્રવર્તતાં પણ નથી.
પ્રશ્ન-૪૯. નવમા ગુણસ્થાનકથી દેશોપશમનાની જેમ નિદ્ધત્તિ અને નિકાચનાં કરણો નવાં ભલે ન પ્રવર્તે, પરંતુ આઠમા ગુણસ્થાનક સુધીમાં નિદ્ધત્ત અને નિકાચિત થયેલ કર્મ નવમા વગેરે ગુણસ્થાનકમાં કેમ ન હોય ?
ઉત્તર–નિદ્ધત્તિ અને નિકાચિત કર્મપ્રકૃતિઓના સાદ્યાદિ, ભેદો, સ્થાનો અને સ્વામીઓ દેશોપશમનાની જેમ જ બતાવેલ છે પણ ભિન્ન બતાવેલ નથી. જો નિદ્ધા અને નિકાચિત થયેલ કર્મો નવમા વગેરે ગુણસ્થાનકમાં પણ માનીએ તો નિદ્ધા અને નિકાચિત કર્મોના સ્વામી અને સાઘાદિ દેશોપશમનાની જેમ ન આવે પણ જુદા જ આવે, માટે નિદ્ધા અને નિકાચિત થયેલ કર્મો નવમા વગેરે ગુણસ્થાનકમાં હોતાં નથી, પરંતુ દેશોપશમનાથી ઉપશમેલ દલિક માત્ર અંતર્મુહૂર્ત સુધી જ ઉપશાંત હોય છે અને પછી અનુપશાંત થાય છે. તેમ નિદ્ધા અને નિકાચિત થયેલ દલિકો માટે નથી. કારણ કે નિદ્ધત્ત અને નિકાચિત થયેલ દલિકો અંતર્મુહૂર્તથી ઘણાં વધારે કાળ સુધી પણ તે જ સ્વરૂપે સત્તામાં રહે છે.
પ્રશ્ન-૫૦. અગિયારમા ગુણસ્થાનકે કયાં કયાં કર્મોની ગુણશ્રેણિ થાય ? ઉત્તર–મોહનીય અને આયુષ્ય વિના શેષ છ કર્મોની ગુણશ્રેણિ થાય.
પ્રશ્ન–૫૧. કયાં કયાં કરણો કયા કયા ગુણસ્થાનક સુધી પ્રવર્તે ! તેમજ કયા કયા કરણથી કર્મમાં થયેલ ફેરફાર કયા ગુણસ્થાનક સુધી રહે?
ઉત્તર-બંધનકરણ–સાંપરાયિક બંધની અપેક્ષાએ દશમ ગુણસ્થાનક સુધી પ્રવર્તે. આ કરણથી બંધાયેલ કર્મ ચૌદમા ગુણસ્થાનક સુધી સત્તામાં રહે છે.
સંક્રમણકરણ–દર્શનમોહનીય વિના દશમા ગુણસ્થાનક સુધી અને દર્શનમોહનીયમાં અગિયારમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે અને કોઈપણ કર્મરૂપે સંક્રમેલ દલિક ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે.
અપવર્તનાકરણ–તેરમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે અને તેનાથી ઓછી થયેલ સ્થિતિમત્તા ચૌદમાં ગુણસ્થાનક સુધી રહે છે.