________________
૭પ૦
પંચસંગ્રહ-૨
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચાર કર્મની સ્થિતિ અધિક હોવાથી સત્તા અને બંધ પણ અધિક હોય છે. અને તુલ્ય સ્થિતિવાળાં હોવાથી પરસ્પર સમાન હોય છે. અને આ ચાર કર્મ થકી પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા તથા બંધ અધિક હોવાથી સત્તા અને બંધ પણ અધિક હોય છે.
અહીં બંધ પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે, પરંતુ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા રૂપમાં બંધ કંઈક ન્યૂન ક્રોડસાગરોપમ પ્રમાણ બતાવેલ છે. આ કરણમાં ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના સંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિખંડનો ઘાત થાય છે. અને પૂર્વ-પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પછી પછીનો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે.
હવે આ કરણમાં ઘણા હજારો સ્થિતિઘાતો વ્યતીત થયા બાદ બંધ અને સત્તા આશ્રયી એક-એક કર્મમાં જે વિશેષતા થાય છે, તે બતાવે છે.
અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે સાતે કર્મનો સ્થિતિબંધ અસંજ્ઞીપંચેન્દ્રિયની સમાન થાય છે. સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધ સાથે જ શરૂ થાય છે અને સાથે જ પૂર્ણ થાય છે. એથી ટીકામાં હજારો સ્થિતિઘાત જણાવેલ હોવાથી હજારો અપૂર્વસ્થિતિબંધ પણ સમજી લેવાના છે. તેથી પુનઃ હજારો સ્થિતિઘાતો અને હજારો અપૂર્વ સ્થિતિબંધો ગયા પછી ચતુરિન્દ્રિયના બંધ સમાન સ્થિતિબંધ થાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત અને હજારો અપૂર્વ સ્થિતિબંધ ગયા પછી તે ઇન્દ્રિય સમાન, ત્યારબાદ પુનઃ તેટલા જ સ્થિતિઘાત અને અપૂર્વસ્થિતિબંધ વ્યતીત થયા પછી બેઈન્દ્રિય સમાન અને ત્યારબાદ તેટલા જ સ્થિતિઘાત અને અપૂર્વસ્થિતિબંધ વ્યતીત થયા પછી એકેન્દ્રિયના બંધ સમાન સાતે કર્મનો સ્થિતિબંધ થાય છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત અને સ્થિતિબંધ વ્યતીત થયે છતે નામ અને ગોત્રકર્મનો એક પલ્યોપમ પ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચાર કર્મનો દોઢ પલ્યોપમપ્રમાણ અને મોહનીય કર્મનો બે પલ્યોપમપ્રમાણ સ્થિતિબંધ થાય છે.
તેમજ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ પણ બંધની જેમ જં હોય છે અર્થાત્ નામ અને ગોત્રની સ્થિતિસત્તા અન્ય કર્મોની અપેક્ષાએ અલ્પ, તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચારની વિશેષાધિક અને તેનાથી પણ મોહનીય કર્મની સ્થિતિસત્તા વિશેષાધિક હોય છે.
જ્યાં સુધી પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી તે તે કર્મના પહેલા-પહેલાના સ્થિતિબંધની અપેક્ષાએ પછી પછીના સ્થિતિબંધો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ઓછા ઓછા થાય છે. પરંતુ પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી તે-તે કર્મનો પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ પછી પછીનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-હીન અર્થાત સંખ્યાતમાભાગ પ્રમાણ થાય છે. માટે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી નામ અને ગોત્રના નવા નવા સ્થિતિબંધો પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન-હીન થાય છે. પરંતુ શેષ પાંચ કર્મના તો પૂર્વની જેમ પલ્યોપમના સંખ્યાતમાભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન જ થાય છે.