________________
૭૩૦
પંચસંગ્રહ-૨
કિઠ્ઠિઓ ત્યાં સુધી કરે કે પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ બીજી કિટ્ટિને વેદતાં વેદતાં તેની સમયાધિક આવલિકા માત્ર શેષ રહે. તે જ સમયે સંજવલન લોભનો બંધવિચ્છેદ, બાદર કષાયનો ઉદયઉદીરણા વિચ્છેદ અને અનિવૃત્તિનાદર સંપરાય ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થાય છે.
ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિક્રિઓના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે, અને તેને વેદે છે. તેને વેદતો આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનવર્સી કહેવાય છે. બીજી સ્કૂલ કિષ્ટિની જે એક આવલિકા શેષ રહી તે અનુભવાતી સૂક્ષ્મ કિટ્રિમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમી દૂર થાય છે. પ્રથમ અને બીજી કિટ્ટિની જે આવલિકા શેષ રહે છે, તે બીજી અને ત્રીજી કિટિમાં મળી ભોગવાઈ જાય છે. લોભની સૂક્ષ્મ કિઠ્ઠિઓને અનુભવતો સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકવર્તી આત્મા (બીજી સ્થિતિમાં રહેલ) સૂક્ષ્મકિષ્ક્રિઓના દલિકને અને સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જે દલિક સત્તામાં અવશિષ્ટ છે, તેને પ્રતિસમય સ્થિતિઘાતાદિ વડે ખપાવતા ખપાવતા ત્યાં સુધી ખપાવે કે દશમા ગુણસ્થાનકના સંખ્યાતમાભાગ જાય અને એક ભાગ શેષ રહે.
(અહીં સર્વાપવર્તના વડે સ્થિતિ અપવર્તીને દશમાના સંખ્યાતમા ભાગ જેટલી રાખે છે. અહીં લોભનો કોઈ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી, અને સત્તામાંથી નાશ તો કરવો જ છે, એટલે તેનો સ્થિતિઘાતાદિ વડે જ નાશ કરવો રહ્યો, એટલે સ્થિતિઘાતાદિ વડે તેનો નાશ કરે છે એમ કહ્યું છે.)
તે સંખ્યાતમો ભાગ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. અહીંથી આરંભી મોહનીયકર્મમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ થતા નથી, પરંતુ અન્ય શેષ કર્મોમાં થાય છે. અપવર્તિત (અપવર્ણના કરણથી ઘટાડી અંતર્મુહૂર્ત પ્રમાણ રાખેલ એટલે કે હવે દેશમાં ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાળ શેષ છે તેટલી રાખેલ) લોભની તે સ્થિતિને ઉદય, ઉદીરણા વડે વેદતા ત્યાં સુધી જાય કે તેની સત્તામાં સમયાધિક આવલિકામાત્ર સ્થિતિ શેષ રહે, ત્યાર બાદ ઉદીરણા ન થાય. કેમ કે સત્તામાં માત્ર એક ઉદયાવલિકા જ શેષ રહી છે. તેને કેવળ ઉદય દ્વારા જ સૂક્ષ્મ સંપરામના ચરમ સમય પર્વત અનુભવે છે.
તે ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ, યશકીર્તિનામ તથા ઉચ્ચ ગોત્રનો બંધ વિચ્છેદ થાય છે, અને મોહનીયકર્મની સત્તાનો વિચ્છેદ થાય છે. ત્યારબાદ આત્મા ક્ષણિકષાય વીતરાગ છઘ0 ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. અહીંથી બારમા આદિ ગુણસ્થાનકનું સ્વરૂપ પંચસંગ્રહના પહેલા દ્વારમાં કહેલ ગુણસ્થાનકના અધિકારમાંથી જોઈ લેવું. આ પ્રમાણે મોહનીયકર્મનો ક્ષય કઈ રીતે થાય છે, તે કહ્યું. તે કહીને ક્ષપકશ્રેણિનું સ્વરૂપ પૂર્ણ
ક્ષપકશ્રેણિ સમાપ્ત
કિટિઓ હોય છે. તેનાથી ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનકે અતિ અલ્પ રસવાળી કિઠ્ઠિઓ અનુભવાય છે એટલે સંજ્વલન લોભની બીજી કિટ્ટિ વેદતાં ત્રીજી કિટ્ટિની સુક્ષ્મ કિષ્ટિ કરે છે. એમ કહેવામાં આવે છે.