SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૭૦૧ કિષ્ટિનું દલિક વિશેષહીન-વિશેષહીન હોય છે તેમ એક સમયે થયેલી કિક્રિઓમાં પણ જાણવું. તે આ પ્રમાણે–પહેલે સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં જે અલ્પરસવાળી કિષ્ટિ છે, તેમાં દલિક ઘણું વધારે છે. તેનાથી અનંતગુણ અધિક રસવાળી બીજી કિટ્ટિમાં દલિક વિશેષહીન છે. તેનાથી અનંતગુણ અધિક રસવાળી ત્રીજી કિટ્ટિમાં દલિક વિશેષહીન છે. આવી રીતે પછી પછીની અનંતગુણાધિક રસવાળી કિઠ્ઠિઓમાં વિશેષહીન વિશેષહીન દલિક પહેલે સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં જે સર્વોત્કૃષ્ટ રસવાળી કિષ્ટિ છે ત્યાં સુધી કહેવું. આ પ્રમાણે દરેક સમયની કિક્રિઓ માટે જાણવું. ૭૮ आइमसमयकयाणं मंदाईणं रसो अणंतगुणो । सव्वुक्कस्सरसा वि हु उवरिमसमयस्सऽणंतंसे ॥७९॥ आदिमसमयकृतानां मंदादीनां रसोऽनन्तगुणः । सर्वोत्कृष्टरसाऽपि हु उपरितनसमयस्यानन्तांशे ॥७९॥ અર્થ–પહેલે સમયે કરાયેલી જઘન્યરસવાળી કિટ્ટિથી માંડીને સર્વોત્કૃષ્ટ રસવાળી કિટ્ટિપર્વત ઉત્તરોત્તર અનંતગુણ રસ કહેવો. ઉપરના સમયની સર્વોત્કૃષ્ટ રસવાળી કિષ્ટિ પણ નીચલા સમયની જઘન્યરસવાળી કિટ્ટિના અનંતભાગ પ્રમાણ છે. ટીકાનુ–ઉપરની ગાથામાં એક સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં દલિકોનું પ્રમાણ બતાવીને આ ગાથામાં એ જ પ્રમાણે રસનું પ્રમાણ બતાવે છે–પહેલે સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં અત્યંત મંદ રસવાળી જે કિટ્ટિ છે તે બીજી કિટ્ટિની અપેક્ષાએ અત્યંત હિનરસવાળી છે. તેનાથી બીજી કિષ્ટિ અનંતગુણરસવાળી છે. તેનાથી ત્રીજી કિષ્ટિ અનંતગુણ રસવાળી છે. એ પ્રમાણે પ્રથમ સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં ઉત્તરોત્તર અનંતગુણ સર્વોત્કૃષ્ટ રસવાળી કિટ્ટિપર્વત કહેવું. આ હકીકત પહેલે સમયે જે કિઠ્ઠિઓ થાય છે તેને ક્રમપૂર્વક સ્થાપના કરવાથી બરાબર સમજાય છે. જઘન્યરસવાળીને પહેલી અને ચડતા ચડતા રસવાળીને પછી પછી સ્થાપવી. આ પ્રમાણે દ્વિતીય આદિ સમેયોમાં કરાયેલી કિઠ્ઠિઓ સંબંધે પ્રરૂપણા કરવી. હવે પૂર્વ-પૂર્વ સમયની જઘન્ય રસવાળી કિષ્ટિ અને પછી-પછીના સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિના રસનું અલ્પબદુત્વ કહે છે. પહેલે સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં જે અત્યંત અલ્પરસવાળી છે, તે હવે પછી કહેશે તેની અપેક્ષાએ ઘણા રસવાળી છે. તેનાથી દ્વિતીય સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં જે ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિ છે તે અનંતગુણહીન રસવાળી કિષ્ટિ છે. તથા બીજા સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં જે અત્યંત અલ્પરસવાળી કિટ્ટિ છે તેની અપેક્ષાએ ત્રીજા સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં જે સર્વોત્કૃષ્ટ રસવાળી કિષ્ટિ છે તે અનન્તગુણહીન રસવાળી કિટ્ટિ છે. આ પ્રમાણે પૂર્વ-પૂર્વ સમયની અભ્યરસવાળી કિષ્ટિની અપેક્ષાએ જ પછી-પછીના સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિટિ અનંતગુણહીન-અનંતગુણહીન રસવાળી સમજવી. જે રીતે રસનું અલ્પબદુત્વ કહ્યું તેમ પ્રદેશનું અલ્પબદુત્વ કહે છે. પહેલા સમયે કરાયેલી કિઠ્ઠિઓમાં જે ઘણા પ્રદેશવાળી કિટ્ટિ છે તે બીજા સમયે કરાયેલી કિટ્રિમાંની સર્વાલ્પ પ્રદેશવાળી કિટ્ટિની અપેક્ષાએ અલ્પ પ્રદેશવાળી છે. તેનાથી બીજા સમયે કરાયેલી કિઠ્ઠિઓમાંની
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy