________________
४४
પંચસંગ્રહ-૨ ત્યારપછીનાં અસંખ્યભાગવૃદ્ધ સ્થાનો જે ક્રમે પૂર્વે કર્યા છે તે જ પ્રમાણે કરીને બીજું સંખ્યયભાગવૃદ્ધ સ્થાન થાય. વળી પાછાં અનંત અને અસંખ્યયભાગવૃદ્ધનાં બધાં સ્થાનો કરી ગયા પછી ત્રીજું સંખ્યયભાગવૃદ્ધ સ્થાન થાય. આ પ્રમાણે કરતાં સંખ્યયભાગવૃદ્ધ સ્થાનો પણ કંડક પ્રમાણ થાય.
છેલ્લું સંખ્યયભાગવૃદ્ધસ્થાન થયા પછી અનંત અને અસંખ્ય ભાગવૃદ્ધનાં બધાં સ્થાનો કરી ગયા પછી સંખ્યયગુણવૃદ્ધસ્થાન શરૂ થાય છે. એટલે કે અનંતર પૂર્વના સ્થાનમાં જેટલાં સ્પદ્ધક હોય છે તેનાથી સંખ્યાતગુણસ્પદ્ધકો સંખ્યયગુણવૃદ્ધના પહેલા સ્થાનમાં હોય છે. ત્યારપછી શરૂઆતથી આરંભી અહીં સુધી જેટલાં સ્થાનો પહેલાં કહી ગયા તેટલાં સ્થાનો તે જ પ્રમાણે કહેવાં. ત્યારપછી બીજું સંખ્યયગુણાધિક સ્પર્ધ્વકવાળું સ્થાન કહેવું. ત્યારપછી પણ એક અને બીજા સંખ્યયગુણસ્થાનની વચ્ચે જે સ્થાનો કહ્યાં તે બધાં સ્થાનો તે જ પ્રમાણે કહેવાં. ત્યારપછી જ ત્રીજું સંખ્યયગુણાધિકસ્થાન કહેવું. આ પ્રમાણે આ સંખ્યયગુણાધિક સ્થાનો પણ ત્યાં સુધી કહેવાં યાવત્ તેનું કંડક પરિપૂર્ણ થાય.
છેલ્લું સંખ્યયગુણાધિકસ્થાન કહ્યા પછી મૂળથી આરંભી પહેલા સંખ્યયગુણવૃદ્ધસ્થાન પર્યત જેટલાં સ્થાનો જે ક્રમે કહ્યા તેટલાં તે જ પ્રમાણે કહેવાં. ત્યારપછી અસંખ્યયગુણઅધિક સ્પર્ધ્વકવાળું પહેલું સ્થાન થાય છે. ત્યારપછી શરૂઆતથી આરંભી અહીં સુધી જેટલાં શરીરસ્થાનકો જે પ્રમાણે કહ્યાં છે તેટલાં તે જ પ્રમાણે કહીને બીજું અસંખ્યયગુણાધિકસ્થાન થાય છે. ફરી તેટલાં જ કરી ગયા પછી ત્રીજું અસંખ્ય ગુણવૃદ્ધસ્થાન થાય છે. આ પ્રમાણે આ અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનો પણ કંડક પ્રમાણ થાય છે.
છેલ્લા અસંખ્યયગુણવૃદ્ધસ્થાન પછી મૂળથી આરંભી પહેલા અસંખ્યયગુણવૃદ્ધસ્થાન પર્યંત જેટલાં સ્થાનો જે ક્રમે કહ્યાં તેટલાં તે જ પ્રમાણે કહેવાં. ત્યારપછી પૂર્વના અનંતર સ્થાનની અપેક્ષાએ અનંતગુણાધિક સ્પર્ધ્વકવાળું પહેલું શરીરસ્થાન થાય છે. ત્યારપછી મૂળથી આરંભી અહીં સુધી જેટલાં શરીરસ્થાનો પહેલાં કહ્યા તેટલાં તે જ ક્રમે કહેવાં. ત્યારપછી બીજું અનંતગુણાધિક સ્પર્ધ્વકવાળું સ્થાન થાય છે. ત્યારપછી પહેલા અને બીજા અનંતગુણવૃદ્ધ સ્થાનની વચમાં જે સ્થાનો જે ક્રમે કહ્યાં તે જ પ્રમાણે સઘળાં કહીને અનંતગુણાધિક પદ્ધકવાળું સ્થાન કહેવું. આ રીતે અનંતગુણાધિક શરીરસ્થાનનું કંડક પૂર્ણ થાય છે. છેલ્લી વાર અનંતગુણવૃદ્ધસ્થાન કહ્યા પછી મૂળથી આરંભી પહેલા અનંતગુણવૃદ્ધસ્થાન પર્યત જે પંચ વૃદ્ધયાત્મક સ્થાનો કહ્યાં તે જ પ્રમાણે સઘળાં કહેવાં. પણ ત્યારપછી અનંતગુણવૃદ્ધસ્થાન ન કહેવું. કારણ કે અહીં પહેલું જસ્થાન સમાપ્ત થાય છે. આ પ્રમાણે આ પહેલું સ્થાન થયું.
ત્યારપછી બીજું ષસ્થાન શરૂ થાય છે. બીજા સ્થાનની શરૂઆતમાં એક કંડક પ્રમાણ અનંતભાગવૃદ્ધસ્થાનો થાય, ત્યારપછી અનંતભાગવૃદ્ધસ્થાનકંડકથી વ્યવહિત અસંખ્યભાગવૃદ્ધસ્થાન કંડક જેટલાં થાય. આ રીતે પહેલા ષસ્થાનકમાં જે ક્રમે કહ્યાં છે તે ક્રમે એ વૃદ્ધિ થાય છે. અને બીજું ષસ્થાનક પૂર્ણ થાય છે. બીજું પૂર્ણ થયા પછી ત્રીજું ઉપરના ક્રમે થાય છે. તેવાં અસંખ્યાતાં ષસ્થાનકો થાય છે.