________________
૬૮૨
પંચસંગ્રહ-૨
ગોત્રકર્મની સત્તા અલ્પ, તેનાથી મોહનીયની સત્તા અસંખ્યયગુણી, તેનાથી જ્ઞાનાવરણીયાદિ ચારની સત્તા અસંખ્યાતગુણી, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. પ૬
वीसग असंखभागे मोहं पच्छा उ घाइ तइयस्स । वीसग तओ घाई असंखभागम्मि बज्झंति ॥५७॥ विंशत्कासंख्यभागे मोहस्य पश्चात्तु घातिनः तृतीयस्य ।
विंशत्कयोः ततः घातिनः असंख्यभागे बध्यन्ते ॥५७॥ અર્થ–નામ અને ગોત્રકર્મના બંધના અસંખ્યાતમે ભાગે મોહનીયનો બંધ થાય છે. પછી ત્રીજા કર્મની નીચે ઘાતિ જાય છે. ત્યારપછી નામ અને ગોત્રકર્મના અસંખ્યાતમા ભાગે ઘાતકર્મ બંધાય છે.
ટીકાનુ–બંધ અને સત્તામાંથી ઘણી સ્થિતિ ઓછી થઈને મોહનીયકર્મનો જ્ઞાનાવરણીયાદિથી અસંખ્યયગુણ હીન સ્થિતિબંધ અને સત્તા થયા પછી હજારો સ્થિતિબંધો થઈ ગયા બાદ વળી એકીસાથે બંધમાંથી સ્થિતિ ઓછી થઈને તેનો નામ-ગોત્રની નીચે અસંખ્યાતગુણ હીન બંધ થાય છે. એટલે કે નામ અને ગોત્રના બંધથી અસંખ્યયગુણહીન મોહનીયનો બંધ થાય છે. અહીં સ્થિતિબંધ આશ્રયી અલ્પબદુત્વ વિચારે છે–મોહનીયનો સ્થિતિબંધ અલ્પ, તેનાથી નામ અને ગોત્રકર્મનો અસંખ્યગુણ, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેનાથી જ્ઞાનાવરણાદિ ચાર કર્મનો અસંખ્યગુણ, સ્વસ્થાને પરસ્પર તુલ્ય બંધ થાય છે.
ત્યારબાદ વળી હજારો સ્થિતિબંધો થયા પછી વેદનીયની નીચે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો બંધ થાય છે, એટલે કે વેદનીયથી તેઓનો બંધ અસંખ્યાત ગુણ હીન થાય છે. અત્યાર સુધી તે ચારેનો બંધ સરખો થતો હતો. અહીં સ્થિતિબંધ આશ્રયી અલ્પબદુત્વ વિચારે છે–મોહનીયનો સ્થિતિબંધ અલ્પ, તેનાથી નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ, સ્વસ્થાને તુલ્ય, તેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો અસંખ્યગુણ, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, અને તેનાથી વેદનીયનો અસંખ્યાતગુણ બંધ થાય છે. ત્યારપછી હજારો સ્થિતિબંધો થઈ ગયા પછી વીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં નામ અને ગોત્રકર્મના અસંખ્યાતમા ભાગે જ્ઞાનાવરણાદિ ત્રણ કર્મનો સ્થિતિબંધ થાય છે. અત્યાર સુધી નામ અને ગોત્રના બંધથી અસંખ્યાતગુણ જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મનો બંધ થતો હતો, તે હવે પછીથી જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મથી નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ બંધ થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે—મોહનીયકર્મનો સ્થિતિબંધ અલ્પ, તે કરતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો અસંખ્યાતગુણ સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તે કરતાં પણ નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ, સ્વસ્થાને તુલ્ય, તે કરતાં વેદનીયકર્મનો અસંખ્યાતગુણ સ્થિતિબંધ થાય છે. પ૭
૧. આ સ્થળે કર્મપ્રકૃતિમાં વેદનીયનો વિશેષાધિક સ્થિતિબંધ કહ્યો છે.
૨. જેમ બંધમાં સ્થિતિ ઓછી થાય છે તેમ સત્તામાંથી પણ ઓછી થાય છે. એટલે સત્તા સંબંધ અલ્પબદુત્વ પણ બંધ પ્રમાણે જ સમજી લેવાનું છે. હવે પછી અલ્પબહત્વ આ જ પ્રમાણે રહે છે.