________________
૬૮૦
પંચસંગ્રહ-૨
તથા જે જે કર્મનો જ્યારે જ્યારે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય તે તે કર્મનો ત્યારથી આરંભી અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન-સંખ્યામાં ભાગ પ્રમાણ થાય છે. તેથી જ નામ અને ગોત્ર કર્મનો સ્થિતિબંધ પલ્યોપમ પ્રમાણ જ્યારે થયો ત્યારપછીનો અન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે. બાકીનાં કર્મોનો તો અન્ય અન્ય સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગહીન થાય છે. પ૩
ત્યાર બાદ જે થાય છે તે કહે છે –
एवं तीसाण पुणो पल्लं मोहस्स होइ उ दिवढं । एवं मोहे पल्लं सेसाणं पल्लसंखंसो ॥५४॥ एवं त्रिंशत्कानां पुनः पल्यः मोहस्य भवति तु सार्धः ।
एवं मोहे पल्यः शेषाणां पल्यसंख्यांशः ॥५४॥
અર્થ–એ પ્રમાણે ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા જ્ઞાનાવરણાદિનો પલ્યોપમ સ્થિતિબંધ થાય છે, અને મોહનીયનો દોઢ પલ્યોપમ થાય છે. પછીથી મોહનીયનો પલ્યોપમ સ્થિતિબંધ થાય છે. શેષ કર્મનો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે.
ટીકાનુ–મોહનીય કર્મનો બે પલ્યોપમ સ્થિતિબંધ થયા પછી હજારો અપૂર્વ સ્થિતિબંધ થયા બાદ ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કર્મનો એક પલ્યોપમનો સ્થિતિબંધ કરે છે, અને મોહનીયનો દોઢ પલ્યોપમ સ્થિતિબંધ કરે છે. જ્ઞાનાવરણીયાદિનો પલ્યોપમનો સ્થિતિબંધ થયા પછીનો અન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે. મોહનીયનો તો પલ્યોપમના સંખ્યામાં ભાગ હીન થાય છે. મોહનીયનો દોઢ પલ્યોપમ સ્થિતિબંધ થયા પછી હજારો અન્ય સ્થિતિબંધ થયા બાદ મોહનીયનો સ્થિતિબંધ પણ પલ્યોપમ પ્રમાણ થાય છે. ત્યારપછીનો મોહનીયનો પણ અન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણહીન એટલે કે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ માત્ર થાય છે. જે વખતે મોહનીયનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, તે વખતે શેષ કર્મોનો અન્ય સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ થાય છે. ૫૪
वीसगतीसगमोहाण संतयं जहकमेण संखगुणं । पल्लअसंखेज्जंसो नामगोयाण तो बंधो ॥५५॥ विंशतिकत्रिंशत्कमोहानां सत्कर्म यथाक्रम संख्यगुणम् ।
पल्यासंख्येयांशः नामगोत्रयोस्ततो बन्धः ॥५५॥
અર્થ–વીસ અને ત્રીસ કોડાકોડીની સ્થિતિવાળાની તથા મોહનીયની સત્તા અનુક્રમે સંખ્યાતગુણી હોય છે. ત્યારપછી નામ અને ગોત્રકર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે.
ટીકાનું–જ્યારે મોહનીયકર્મનો સ્થિતિબંધ પલ્યોપમપ્રમાણ થાય છે ત્યારે વીસ કોડાકોડીની સ્થિતિવાળા, ત્રીસ કોડાકોડીની સ્થિતિવાળા અને મોહનીય એ સઘળાં કર્મોની