________________
F६४
પંચસંગ્રહ-૨
મનુષ્યો અને સર્વવિરત મનુષ્યો જ અનંતાનુબંધિની વિસંયોજના-નાશ કરે છે. ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરતાં અનિવૃત્તિકરણમાં જે અંતરકરણ થાય છે તે અહીં થતું નથી. અને તે થતું નથી– માટે પ્રથમ સ્થિતિ પણ થતી નથી. કારણ કે અંતરકરણની નીચેની નાની સ્થિતિ પ્રથમ સ્થિતિ કહેવાય છે, અને ઉપરની બીજી–મોટી સ્થિતિ કહેવાય છે. અહીં તો અંતરકરણ જ થતું નથી, પરંતુ ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે સર્વથા નાશ જ કરે છે, તો પછી પ્રથમ-દ્વિતીય સ્થિતિ ક્યાંથી જ થાય ? અર્થાત્ અનંતાનુબંધીની વિસંયોજના કરતાં થતા અનિવૃત્તિકરણમાં પ્રથમ સ્થિતિ કે અંતરકરણ થતાં નથી. ૩૪
આ જ સંબંધમાં વિશેષ કહે છે –
ऊवरिमगे करणद्गे दलियं गुणसंकमेण तेसिं तु । नासेइ तओ पच्छा अंतमुहुत्ता सभावत्थो ॥३५॥.
उपरितने करणद्विके दलिकं गुणसंक्रमेण तेषां तु ।
नाशयति ततःपश्चात् अन्तर्मुहूर्तात् स्वभावस्थः ॥३५॥ અર્થ_ઉપરના બે કરણમાં ગુણસંક્રમ વડે તે અનંતાનુબંધિનાં દલિકોનો નાશ કરે છે, અને અંતર્મુહૂર્ત બાદ સ્વભાવસ્થ થાય છે.
ટીકાનુ–ઉપરના બે કરણ–અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા અને લોભનાં દલિતોનો ઉદ્ધલનાસંક્રમાનુવિદ્ધ ગુણસંક્રમ વડે સર્વથા નાશ કરે છે– એટલે કે બંધાતા શેષ કષાયો રૂપે કરી નાખે છે. ઉપરનાં ગુણસ્થાનોમાં જે કર્મનો સર્વથા નાશ કરવાનો હોય છે તેમાંના ઘણામાં ઉદ્વલના સંક્રમ અને ગુણસંક્રમ બંને લાગુ પડે છે. એટલે જ માત્ર અંતર્મુહૂર્ત કાળે તેઓનો સર્વથા નાશ થાય છે. અહીં અનંતાનુબંધિનો સર્વથા નાશ કરવાનો છે એટલે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણે ઉદ્ધલના યુક્ત ગુણસંક્રમ. વડે માત્ર અંતર્મુહૂર્તમાં જ તેનો સર્વથા નાશ કરે છે. માત્ર એક ઉદયાવલિકા અવશિષ્ટ રહે છે. કારણ કે તેમાં કોઈ કારણ લાગતું નથી. બાકી રહેલી તે આવલિકા સ્ટિબુક-સંક્રમ વડે વેદ્યમાન સ્વજાતીય પ્રકૃતિમાં સંક્રમી દૂર થાય છે. ત્યાર બાદ અંતર્મુહૂર્ત પછી અનિવૃત્તિકરણના અન્ત શેષકર્મોના પણ સ્થિતિઘાત
૧. અનિવૃત્તિકરણમાં તો પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અનન્તગુણ વિશુદ્ધિ હોય છે તેથી ઉઠ્ઠલનાનુવિદ્ધગુણસંક્રમ વડે અનંતાનુબંધિનો ઉદયાવલિકા છોડી સર્વથા નાશ કરે છે. અહીં એક શંકા થાય છે કે અનિવૃત્તિકરણ ક્યારે પૂર્ણ થાય ? છેલ્લી ઉદયાવલિકા ક્ષય થયા બાદ કે પહેલાં ? આ વિષયમાં મને તો એમ લાગે છે કે છેલ્લો ખંડ ક્ષય થયા બાદ કોઈ કાર્ય નહિ રહેલું હોવાથી અને અહીં અનંતાનુબંધિના ક્ષય માટે જ કરણો કર્યા હતાં તે કાર્ય પૂર્ણ થયું એટલે ઉદયાવલિકા બાકી રહે અને કરણ પૂર્ણ થાય. જેમ સમ્યક્ત મોહનીયના છેલ્લા ખંડનો ક્ષય થયે છતે કૃતકરણ થાય છે તેમ અનંતાનુબંધિના છેલ્લા ખંડનો નાશ થાય અને અનિવૃત્તિકરણ પૂર્ણ થાય એ ઠીક જણાય છે. ત્રીજું કરણ પૂર્ણ થયા પછી ઉદયાવલિકા જે રહી છે તે સ્ટિબુક સંક્રમ દ્વારા દૂર થઈ જાય છે. તથા “ત્યાર બાદ અંતર્મુહૂર્ત પછી એમ જે લખ્યું છે તેનો સંબંધ અનિવૃત્તિકરણ સાથે હોય તેમ જણાય છે. એટલે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ અન્ય કર્મોમાં પણ સ્થિતિઘાતાદિ થતા નથી પણ સ્વભાવસ્થ થાય છે. સ્વભાવસ્થ થાય છે–એટલે જે ગુણઠાણે અનંતાનુબંધિની વિસંયોજના શરૂ કરી હોય તે ગુણઠાણે જેવા સ્વાભાવિક પરિણામ હોય તેવા પરિણામવાળો થાય