________________
બંધનકરણ
अनन्तविवराणीति भूयः ॥२८॥ અર્થ—અનન્તવિવરવાળાં રૂદ્ધકો થાય છે. આ પ્રમાણે વારંવાર કહેવું.
ટીકાનુ–સર્વજીવો કરતાં અનન્તગુણ સ્નેહાણુરૂપ વિવરવાળાં-અપાંતરાલવાળાં સ્પર્ધ્વકો થાય છે. એનો વિશેષ વિચાર આ પ્રમાણે–પ્રથમ સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણાથી આગળ એક સ્નેહવિભાગ અધિક કોઈ પરમાણુઓ નથી, બે સ્નેહાણ અધિક પરમાણુઓ નથી, તે જ પ્રમાણે ત્રણ, ચાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા સ્નેહાણ અધિક પરમાણુઓ નથી, પરંતુ સર્વ જીવોથી અનંતગુણ સ્નેહાણ વડે અધિક પરમાણુઓ હોય છે. સમાન સ્નેહાણુવાળા તેઓનો જે સમુદાય તેને બીજા પદ્ધકની પહેલી વર્ગણા કહેવામાં આવે છે. તે બીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં પહેલા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં જેટલા સ્નેહાણુ છે તે કરતાં બમણા સ્નેહાણુઓ હોય છે. તે કરતાં એક અધિક સ્નેહાણુવાળા પરમાણુઓનો જે સમુદાય તે બીજી વર્ગણા, તેનાથી એક અધિક પરમાણુઓના સમુદાયની ત્રીજી વર્ગણા, આ પ્રમાણે એક એક સ્નેહાવિભાગથી અધિક નિરંતર વર્ગણાઓ ત્યાં સુધી કહેવી યાવત્ અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધોના અનંતમાભાગપ્રમાણ થાય. તેઓનો જે સમુદાય તે બીજું સ્પર્ધ્વક થાય છે.
બીજા સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણાથી એક સ્નેહવિભાગ અધિક પરમાણુઓ નથી, બે સ્નેહવિભાગ -અધિક પરમાણુઓ નથી, ત્રણ અધિક નથી, તે જ ક્રમે વધતા સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા સ્નેહવિભાગ અધિક પરમાણુઓ નથી પરંતુ સર્વજીવોથી અનન્તગુણ નેહાણુ યુક્ત પરમાણુઓ હોય છે. સમાન સ્નેહાણુવાળા તેઓનો જે સમુદાય તે ત્રીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણા થાય છે. તેની અંદર પહેલા સ્પર્ધ્વકની પહેલી વણાથી ત્રણ ગુણા સ્નેહવિભાગો હોય છે. તેનાથી એક સ્નેહાણ અધિક પરમાણુઓના સમુદાયની બીજી વર્ગણા, બે સ્નેહાણ અધિક પરમાણુઓની ત્રીજી વર્ગણા, એ પ્રમાણે એક એક વધારતાં ત્યાં સુધી કહેવું કે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ નિરંતર વર્ગણાઓ થાય. તેઓનો જે સમુદાય તે ત્રીજું સ્પર્ધ્વક થાય છે.
' ત્રીજા સ્પદ્ધકની છેલ્લી વર્ગણાથી એક અધિક સ્નેહાણુવાળા પરમાણુઓ નથી, બે અધિક નેહાણુવાળા પરમાણુઓ નથી. ત્રણ અધિક નેહાણુવાળા પરમાણુઓ નથી, એ જ ક્રમે વધતા સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા અધિક સ્નેહાણ યુક્ત પરમાણુઓ નથી, પરંતુ સર્વજીવોથી અનંતગુણ અધિક સ્નેહાવિભાગ યુક્ત પરમાણુઓ હોય છે. સમાન સ્નેહાણુવાળા તેઓનો જે સમુદાય તે ચોથા પદ્ધકની પહેલી વર્ગણા થાય છે. ચોથા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાથી ચાર ગુણા સ્નેહવિભાગો હોય છે. આ પ્રમાણે પહેલા સ્પર્ધ્વકની પહેલી વર્ગણાના સ્નેહવિભાગની અપેક્ષાએ જેટલામા સ્પર્ધકનો વિચાર કરીએ તેની અંદર તેટલા ગુણા સ્નેહાણુઓ હોય છે. જેમકે પાંચમા, દશમા, વીસમા, હજારમા કે લાખમાં સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં પહેલા સ્પદ્ધકની પહેલી વર્ગણાના સ્નેહાણુઓથી પાંચગુણા, દશગુણા, વીસગુણા, હજારગુણા કે લાખગુણા નેહાણુઓ હોય છે. ૨૮
એ જ સ્પષ્ટ કરે છે–