SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૬૪૩ ટીકાનુ—મિથ્યાત્વની સર્વોપશમનાને લાયક સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો ઉપશમલબ્ધિ (મિથ્યાત્વમોહનીયકર્મને સર્વથા શાંત કરવાની યોગ્યતાવાળો અને જેના ભવ્યત્વનો પરિપાક થયો છે એવો), ઉપદેશ શ્રવણલબ્ધિ (ઉપદેશ શ્રવણ કરવાની યોગ્યતાવાળો) અને પ્રયોગલબ્ધિ (મનોયોગ, વચનયોગ અને કાયયોગમાંથી કોઈપણ એક યોગ યુક્ત) એ ત્રણ શક્તિ યુક્ત સંક્ષી પંચેન્દ્રિય છે. તે કરણકાલની પહેલાં પણ—યથાપ્રવૃત્તાદિ કરણ શરૂ કરતાં પહેલાં પણ અંતર્મુહૂર્તકાળ પર્યંત શુભલેશ્યાવાળો—તેજો, પદ્મ અને શુક્લ લેશ્યામાંથી કોઈપણ શુભલેશ્યાયુક્ત હોય છે અને પરાવર્તમાન પુન્યપ્રકૃતિઓ બાંધે છે. આ ઉપશમસમ્યક્ત્વ ચારે ગતિના જીવો ઉત્પન્ન કરી શકે છે. તેમાં પ્રથમસમ્યક્ત્વ ઉત્પન્ન કરતા તિર્યંચ અને મનુષ્યો દેવગતિપ્રાયોગ્ય દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીરનામકર્મ, વૈક્રિયઅંગોપાંગ, પ્રથમસંસ્થાન, પરાઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસદશક, સાતવેદનીય, ઉચ્ચૌત્ર (સાતવેદનીય અને ઉચ્ચેર્ગોત્ર સિવાય ૧૯ પ્રકૃતિમાં ધ્રુવબંધિની વર્ણચતુષ્ક, અગુરુલઘુ, તૈજસ, કાર્પણ, નિર્માણ તથા ઉપઘાત એ નવ મેળવીએ ત્યારે નામકર્મની દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિ થાય છે) રૂપ પરાવર્તમાન એકવીસ પ્રકૃતિઓ બાંધે છે. દેવતા અને નારકી મનુષ્યગતિ પ્રાયોગ્ય—મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, પ્રથમસંઘયણ, પ્રથમસંસ્થાન, ઔદારિકદ્ધિક, પરાઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસદશક, સાતાવેદનીય અને ઉચ્ચેર્ગોત્ર (સાતવેદનીય અને ઉચ્ચત્ર વિના વીસ પ્રકૃતિમાં ધ્રુવબંધિની વર્ણચતુષ્ક, અગુરુલઘુ, તૈજસ, કાર્મણ, નિર્માણ અને ઉપઘાત એ નવ પ્રકૃતિ મેળવીએ ત્યારે મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ થાય છે) રૂપ પરાવર્તમાન બાવીસ પુન્ય પ્રકૃતિઓ બાંધે છે. માત્ર સાતમી નારકીવાળો ભવસ્વભાવે જ પહેલે, બીજે ગુણઠાણે તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરતો હોવાથી પ્રથમસમ્યક્ત્વ ઉત્પન્ન કરતાં પણ અનિવૃત્તિકરણના ચરમસમય પર્યંત તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરે છે, એટલે તે તિર્યગ્નિક અને નીચ ગોત્રકર્મનો બંધ કરે છે. બાકીની-અવશેષ પ્રકૃતિઓ તો પૂર્વે બતાવી તે જ બાંધે છે. ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધિએ વધતો શુભ અધ્યવસાયવાળો ચારે ગતિમાંહેનો કોઈપણ જીવ હોઈ શકે છે. તથા અશુભ પ્રકૃતિઓના રસને અનુક્રમે અનંતગુણહીન કરતો અને પુન્ય-પ્રકૃતિઓના રસને અનંતગુણ વધારતો, તથા આયુ:કર્મ સિવાય સાતે કર્મની અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિની સત્તા જેણે રાખી છે એવો, આયુ:કર્મને નહિ બાંધતો, (અતિ વિશુદ્ધ પરિણામવાળો આત્મા આયુઃ બાંધતો નથી, આયુનો બંધ લોભના-મધ્યમ પરિણામે થાય છે માટે તેનું વર્જન કર્યું છે.) પૂર્વ પૂર્વ સ્થિતિબંધ કરતાં ઉત્તર-ઉત્તર સ્થિતિબંધને પલ્યોપમના સંખ્યાતમા ભાગે ઓછો ઓછો કરતો, એટલે કે એક સ્થિતિબંધ જ્યારે પૂર્ણ થાય ત્યારે નવો પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન બાંધતો-કરતો, બંધાતી અશુભપ્રકૃતિઓના દ્વિસ્થાનક રસને બાંધતો, તે પણ પ્રતિસમય અનંતગુણહીન એટલે અનંતમો ભાગ કરતો, અને બંધાતી શુભ પ્રકૃતિના રસને ચોઠાણીઓ બાંધતો, તે પણ પ્રતિસમય અનંતગુણ વધારતો, તથા મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy