SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ » હીંગ નમ: ઉપશમનાકરણ આ પ્રમાણે ઉદીરણાકરણ વિસ્તારપૂર્વક કહ્યું. હવે ઉપશમનાકરણનું પ્રતિપાદન કરે છે. તેનું આ શરૂઆતનું સૂત્ર છે— देसुवसमणा सव्वाण होइ सव्वोवसामणा मोहे । अपसत्था पसत्था जा करणुवसमणाए अहिगारो ॥१॥ देशोपशमना सर्वेषां भवति, सर्वोपशमना मोहस्य । अप्रशस्ता प्रशस्ता या, करणोपशमनयाऽधिकारः ॥१॥ અર્થ–દેશોપશમના સઘળા-આઠે કર્મની થાય છે અને સર્વોપશમના માત્ર મોહનીયકર્મની જ થાય છે. તેના અનુક્રમે અપ્રશસ્ત અને પ્રશસ્ત એ પર્યાયનામો છે. અહીં કરણોપશમના વડે અધિકાર છે. ટીકાનુ—ઉપશમના બે પ્રકાર છે : ૧. દેશોપશમના, ૨. સર્વોપશમના. તેમાં દેશોપશમના સઘળા-આઠે કર્મની થાય છે, અને સર્વોપશમના માત્ર મોહનીયકર્મની જ થાય છે. દેશોપશમનાનાં દેશોપશમના, અનુદાયોપશમના, અગુણોપશમના અને અપ્રશસ્તોપશમના એ પર્યાય નામો છે. અને સર્વોપશમનાનાં સર્વોપશમનાર, ઉદયોપશમના, ગુણોપશમના અને પ્રશસ્તોપશમના એ પર્યાય નામો છે. દેશોપશમના બે પ્રકારે થાય છે. ૧. યથાપ્રવૃત્તાદિ કરણ પૂર્વક, અને ૨. તે કરણ સિવાય. અને સર્વોપશમના તો યથાપ્રવૃત્તાદિ કરણથી થાય છે. યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણો છે, તેનું સ્વરૂપ હમણાં જ કહેવામાં આવશે. તે વડે કરાયેલી જે ઉપશમના તે કરણકૃત ઉપશમના કહેવાય છે. ૧. સત્તામાં રહેલાં કર્મદલિકોને એવી સ્થિતિમાં મૂકવાં કે જેની અંદર ઉદ્વર્તના, અપર્વરના અને સંક્રમણ સિવાય કોઈ કરણ લાગે નહિ. એ દેશોપશમનામાં સર્વોપશમનાની જેમ સર્વથા અને અસંખ્ય ગુણકારે દલિકની ઉપશમના નથી થતી માટે દેશોપશમના અને અગુણોપશમના કહેવાય છે. જેનો દેશોપશમ થયેલ હોય છે તેનો ઉદય પણ હોઈ શકે છે, તેથી અનુદયોપશમ એવું પણ નામ છે. અને સર્વોપશમ થયા પછી જેમ પૂર્વરૂપમાં ગુણ ઉઘાડો થાય છે તેમ દેશોપશમનામાં થતો નથી માટે અપ્રશસ્તોપશમના નામ છે. દેશોપશમનાનું સ્વરૂપ આગળ ઉપર આવશે. ૨. સત્તામાં રહેલાં દ્વિતીય સ્થિતિગત દલિકો અંતરકરણ કર્યા બાદ પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણકારે ઉપશમાવી તેને એવી સ્થિતિમાં મૂકે છે કે જેની અંદર સંક્રમાદિ કોઈ કરણ ન લાગે અને અંતર્મુહૂર્ત સુધી ઉદય પણ ન થાય. એટલા માટે તેને સર્વોપશમના અને ઉદયોપશમના કહેવામાં આવે છે. ઉપશમન ક્રિયા શરૂ થયા પછી પ્રતિસમય અસંખ્યાત-અસંખ્યાત ગુણ દલિક ઉપશમે છે માટે ગુણોપશમના નામ છે. અને સર્વોપશમ થયા પછી તે કર્મ જે ગુણને દબાવે છે તે સંપૂર્ણ પ્રમાણમાં ખુલ્લો થાય છે માટે પ્રશસ્તોપશમના એવું ચોથું પર્યાય નામ છે. પંચ૦૨-૮૧
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy