________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૨૭
ઉદીરણામાં ક્ષપિતકર્માશ જીવો લેવા.
અપ્રમત્તાભિમુખ સર્વવિશુદ્ધ પ્રમત્તયતિને વેદનીયકર્મની અને દશમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે. અને તે નિયત સમય થતી હોવાથી સાદિ-અધુવ છે. શેષ સર્વકાળમાં આ બે કર્મની અનુકુષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. સાતમા ગુણસ્થાનકે વેદનીયકર્મની અને અગિયારમે ગુણસ્થાનકે મોહનીયકર્મની ઉદીરણા થતી નથી. ત્યાંથી પડે ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાની શરૂઆત થાય છે માટે સાદિ, તે તે સ્થાનને નહિ પામેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અદ્ભવ હોય છે. તેમજ અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિ જીવોને આ બે કર્મની જઘન્ય અને અતિસંક્લિષ્ટ પરિણામ અમુક ટાઇમથી વધારે ટકતા ન હોવાથી શેષ કાળે અજઘન્ય, એમ વારાફરતી અનેક વાર થતી હોવાથી આ બન્ને પ્રદેશ ઉદીરણા સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
આયુષ્યકર્મની ઉદીરણા જ અધ્રુવ હોવાથી તેના ચારે વિકલ્પો સાદિ-અધ્રુવ છે.
બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મની, તેરમા ગુણસ્થાનકના ચરમસમયે નામ તથા ગોત્રકર્મની સમયમાત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે માટે તે સાદિ અને અધ્રુવ છે. શેષકાળે આ પાંચે કર્મની ઉદય હોય ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. બારમા તથા તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. વેદનીયકર્મની જેમ આ પાંચે કર્મની અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિને જઘન્ય પ્રદેશ ઉદીરણા અને શેષ કાળે અજઘન્ય પ્રદેશ ઉદીરણા વારાફરતી અનેક વાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ હોય છે. ઉત્તર પ્રકૃતિ આશ્રયી સાદ્યાદિ :
- મિથ્યાત્વમોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાઘાદિ બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ સુડતાળીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના નવનવ કુલ ચારસોત્રેવીસ અને બાકીની એકસોદસ અવોદયી પ્રકૃતિઓના ચારે વિકલ્પો બળે - પ્રકારે હોવાથી એક-એકના આઠ-આઠ કુલ આઠસો એંશી, એમ સર્વ મળીને એક હજાર ત્રણસો તેર વિકલ્પો થાય છે.
સમકાળે સત્ત્વ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરનાર મિથ્યાષ્ટિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને તે નિયત કાળ હોવાથી સાદિ-અધુવ છે. શેષ સર્વકાળમાં મિથ્યાદષ્ટિને મિથ્યાત્વની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને ઉપરના ગુણસ્થાનકેથી પ્રથમ ગુણસ્થાને આવે ત્યારે તેની શરૂઆત થાય છે—માટે સાદિ, ઉપરના ગુણસ્થાનકે નહિ ગયેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. સર્વ સંક્લિષ્ટ મિથ્યાષ્ટિને મિથ્યાત્વ મોહનીયની જઘન્ય પ્રદેશ ઉદીરણા અને તે જ મિથ્યાષ્ટિને અતિસંક્લિષ્ટ પરિણામ ન હોય ત્યારે અજઘન્ય પ્રદેશ ઉદીરણા–એમ વારાફરતી અનેકશઃ થતી હોવાથી આ બન્ને ઉદીરણા સાદિ-અધ્રુવ છે. - બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે પાંચ જ્ઞાનાવરણ, ચાર