________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૧૭
સ્કંધોમાં અને રૂપી દ્રવ્યો જ અવધિજ્ઞાન અને અવધિદર્શનનો વિષય હોવાથી આ બન્ને આવરણનો રૂપી દ્રવ્યોમાં જ વિપાક હોય છે.
દેવા, લેવા, અને ભોગવવા યોગ્ય સર્વ દ્રવ્યોનો અનંતમો જ ભાગ હોવાથી સર્વ દ્રવ્યના અનંતમા ભાગ જેટલાં દ્રવ્યો જ દાનાદિ ચાર લબ્ધિનો વિષય હોવાથી દાનાંતરાય વગેરે ચારેનો વિપાક પણ ગ્રહણ, ધારણ, અને ઉપભોગાદિ દ્રવ્યમાં જ હોય છે.
આ સિવાય બાકીની પ્રકૃતિઓનો વિપાક જેમ ત્રીજા દ્વારમાં ક્ષેત્ર, ભવ, પુદ્ગલ અને જીવને આશ્રયી બતાવેલ છે તેમ ઉદીરણા આશ્રયી પણ હોય છે.
પ્રત્યય-રસ ઉદીરણાનાં પ્રત્યયો, કારણો અને હેતુઓ આ એકાર્યવાચી શબ્દો છે.
ઉદયમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ આ પાંચ કારણો હોવા છતાં ઉદીરણાનું મુખ્ય કારણ કષાય સહિત કે કષાય રહિત જીવનો વીર્યવ્યાપાર છે અને તે જ ઉદીરણા કરણ છે. તેથી હંમેશાં જેવો રસ બંધાય અથવા જેવો રસ સત્તામાં હોય તેવા જ રસની ઉદીરણા થતી નથી પરંતુ વીર્યવ્યાપાર રૂપ ઉદીરણા કરણથી ઓછો કે વધારે રસ પણ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે છે. તેનું મુખ્ય કારણ યોગ હોવા છતાં સત્તાગત રસથી ઓછા રસની ઉદીરણા થવામાં પરિણામ અથવા ભવ એ બીજાં પણ બે મુખ્ય કારણો છે. ત્યાં પરિણામ એટલે ગુણ, અધ્યવસાય અથવા ઉત્તર શરીરાદિની પ્રાપ્તિ કે સત્તાગત રસનો અન્યથા ભાવ થવો–આમ મુખ્ય ચાર અર્થ છે. માટે આ ચાર કારણોને લઈને થતી રસ ઉદીરણાને પરિણામ પ્રત્યયકૃત અને દેવાદિભવના નિમિત્તથી ફેરફાર થઈને જે રસની ઉદીરણા થાય છે તે ભવપ્રત્યયિક કહેવાય છે. અર્થાત્ અમુક પ્રકારના પરિણામ કે દેવાદિક ભવના નિમિત્તથી જ અમુક પ્રકારનું યોગ રૂપ વીર્ય પ્રગટ થાય છે. તેથી ઉદીરણાનું મુખ્ય કારણ યોગ હોવા છતાં પરંપરાએ પરિણામ અને ભવ પણ અનુભાગ ઉદીરણામાં કારણ હોવાથી આ ઉદીરણા પરિણામ અને ભવકૃત એમ બે પ્રકારની હોય છે.
ત્યાં પ્રથમ કદાચ પ્રતિપક્ષ પ્રકૃતિઓની ઉદીરણા હોય તોપણ ઉત્તર વૈક્રિય અથવા આહારક શરીર બનાવે ત્યારે સમચતુરગ્નસંસ્થાન, મૃદુ, લઘુસ્પર્શ, પરાઘાત, સુસ્વર, શુભવિહાયોગતિ અને પ્રત્યેકનામકર્મ આ આઠ પ્રકૃતિઓની જ ઉદીરણા થાય છે. તેથી આ બે શરીરવાળા જીવોને આ પ્રકૃતિઓની ઉદીરણા શરીર પરિણામ પ્રત્યયિક કહેવાય છે. તેમાં પણ આહારક શરીર ગુણપ્રત્યયિક હોવાથી તે શરીરવાળા મુનિઓને આ આઠ પ્રકૃતિઓની ઉદીરણા ગુણપરિણામ પ્રત્યમિક અને ઉત્તરવૈક્રિય શરીર ગુણ અને નિર્ગુણના નિમિત્તથી બન્ને પ્રકારે બનતું હોવાથી વૈક્રિય શરીરવાળા જીવોને આ પ્રવૃતિઓ સગુણ અને નિર્ગુણ પરિણામ પ્રત્યયિક કહેવાય છે.
અવિરત આત્માઓને કદાચ પ્રતિપક્ષ પ્રકૃતિઓની ઉદય અને ઉદીરણા હોય તોપણ દેશવિરત અને સર્વવિરત મનુષ્યોને સૌભાગ્ય, આદયદ્ધિક અને ઉચ્ચ ગોત્રની જ ઉદીરણા થતી હોવાથી આ જીવોને આ ચાર પ્રકૃતિઓની ઉદીરણા ગુણપરિણામ પ્રત્યયિક છે. અને સ્ત્રીવેદ આદિ નવ નોકષાયના જઘન્ય રસસ્પદ્ધકથી માંડી શરૂઆતના અનંતમા ભાગ પ્રમાણ રસ સ્પદ્ધકોની ઉદીરણા દેશવિરત તથા મુનિઓને જ થતી હોવાથી તેટલા રસની ઉદીરણા ગુણપંચ૦૨-૭૮