________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
બાબતોમાં બંધ કરતાં અહીં જે થોડી ઘણી વિશેષતા છે તે બતાવવામાં આવે છે.
પુરુષવેદ, ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ અને પાંચ અંતરાય આ આઠ પ્રકૃતિઓનો રસ બંધ આશ્રયી ચાર સ્થાનક વગેરે ચાર પ્રકારનો છે પરંતુ તથાસ્વભાવે જે ઉદીરણામાં ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનકમાં અને જઘન્ય અથવા મધ્યમથી એકસ્થાનક અને દ્વિસ્થાનક જ રસ હોય છે.
૬૧૫
સ્ત્રીવેદનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનક અને જઘન્ય તથા મધ્યમથી એકસ્થાનક અને દ્વિસ્થાનક જ હોય છે.
સમ્યક્ત્વ મોહનીયનો બંધ છે જ નહીં પરંતુ ઉદીરણામાં તેનો ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનક અને જઘન્ય તથા મધ્યમથી એકસ્થાનક અને દ્વિસ્થાનક રસ હોય છે.
મનઃપર્યવજ્ઞાનાવરણનો બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચાર પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં ઉત્કૃષ્ટથી ચાર સ્થાનક અને મધ્યમથી ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક અને દ્વિસ્થાનક તથા જઘન્યથી દ્વિસ્થાનક જ રસ હોય છે.
નપુંસકવેદનો બંધ આશ્રયી દ્વિસ્થાનક વગેરે ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી ઉત્કૃષ્ટથી ચાર સ્થાનક અને મધ્યમથી ચાર સ્થાનક આદિ ચારેય પ્રકારનો અને જઘન્યથી એક સ્થાનક રસ હોય છે. નપુંસક વેદનો એકસ્થાનક રસ ન બંધાવા છતાં તેના ક્ષય વખતે દ્વિસ્થાનક વગેરે રસનો ઘાત થવાથી સત્તામાં એકસ્થાનક રસ હોય છે માટે એકસ્થાનકરસની ઉદીરણા હોય છે.
ચાર સંજ્વલન કષાય, ત્રણ જ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો જેમ બંધમાં એક સ્થાનક આદિ ચાર પ્રકારનો રસ છે તેમ ઉદીરણામાં પણ છે.
હાસ્યષટ્કનો જેમ બંધમાં દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકા૨નો રસ છે તેમ ઉદીરણામાં પણ ત્રણ પ્રકારનો હોય છે.
અચક્ષુદર્શનાવરણ, સમ્યક્ત્વમોહનીય અને પાંચ અંતરાયનો ઉદીરણામાં હંમેશાં તથાસ્વભાવે દેશઘાતી જ રસ હોય છે. અને બાકીની બધી દેશઘાતી પ્રકૃતિઓનો ઉદીરણામાં સર્વઘાતી અને દેશઘાતી એમ બન્ને પ્રકારનો રસ હોય છે.
અનંતાનુબંધી આદિ બાર કષાય, નિદ્રાપંચક, મિથ્યાત્વમોહનીય, કેવલજ્ઞાનાવરણ અને કેવલ દર્શનાવરણનો રસ બંધની જેમ ઉદીરણામાં પણ સર્વઘાતી અને દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારે હોય છે.
મિશ્રમોહનીયનો બંધ નથી પરંતુ ઉદીરણામાં સર્વઘાતી અને સ્થાન આશ્રયી દ્વિસ્થાનક રસ હોય છે.
સંપૂર્ણ શ્રુતકેવલીઓને મતિ—શ્રુત અને અવધિજ્ઞાનાવરણ તેમજ અવધિદર્શનાવરણનો ઉદીરણામાં એક સ્થાનક રસ હોય છે. એમ કર્મપ્રકૃતિ—ચૂર્ણિ તથા ટીકામાં બતાવેલ છે. પરંતુ આ ગ્રંથમાં આ હકીકત નથી.
ગુરુ અને કર્કશ એ બે સ્પર્શ, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી તેમજ મનુષ્ય તથા તિર્યંચોમાં જ