________________
બંધનકરણ
૩૫
વર્ગણાથી સંખ્યાતી વર્ગણા ઓળંગી પછી જે વર્ગણા આવે છે તેમાં થાય છે. તે આ પ્રમાણે– સંખ્યાતભાગહાનિવાળી પહેલી વર્ગણાથી આરંભી સંખ્યાતી વર્ગણા ઓળંગીને જે વર્ગણા આવે છે તેમાં અસંખ્યાતભાગ હાનિવાળી છેલ્લી વર્ગણામાં રહેલ પરમાણુની અપેક્ષાએ પુદ્ગલ પરમાણુઓ અદ્ધ હોય છે. ત્યારપછીથી ફરી પણ સંખ્યાતી વર્ગણા ઓળંગીને પછી જે વર્ગણા હોય તેમાં અદ્ધ પરમાણુઓ હોય છે. આ પ્રમાણે સંખ્યાની સંખ્યાતી વર્ગણાઓ ઓળંગીને અર્ધ અર્ધ પરમાણુઓ ત્યાં સુધી કહેવા યાવત સંખ્યાતભાગહાનિની છેલ્લી વર્ગણા આવે.
ઉપરની સંખ્યાતગુણ અસંખ્યાતગુણ અને અનંતગુણ એ ત્રણ હાનિમાં અમુક વર્ગણા ઓળંગીને અર્ધ પરમાણુ થવા રૂપ પરંપરોપનિધા સંભવતી નથી. કારણ કે સંખ્યાતગુણ હાનિવાળી પહેલી જ વર્ગણામાં સંખ્યયભાગહીન પરમાણુવાળી છેલ્લી વર્ગણામાં રહેલા પરમાણુની અપેક્ષાએ સંખ્યાતગુણહીન પરમાણુઓ હોય છે. અહીં સંખ્યયગુણહીન ઓછામાં ઓછા પણ ત્રિગુણહીન કે ચતુર્ગુણહીન ગ્રહણ કરવાના છે, પરંતુ દ્વિગુણહીન નહિ. કારણ કે શાસ્ત્રમાં જયાં જ્યાં સંખ્યયગુણહીન ગ્રહણ કરેલ છે ત્યાં ત્યાં કમમાં કમ ત્રિગુણહીન અથવા ચતુર્ગુણહીન ગ્રહણ કરેલ છે. પરંતુ જઘન્ય કે ઉત્કૃષ્ટ ગ્રહણ કરેલ નથી. આ રીતે સંખ્યાતભાગહન પરમાણુવાળી છેલ્લી વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે, તેની સંખ્યાતમો ભાગ એટલે ત્રીજો ભાગ કે ચોથો ભાગ સંખ્યાતગુણહીન પરમાણુવાળી પહેલી જ વર્ગણામાં શેષ રહે છે. તેથી જ અમુક વર્ગણા ઓળંગીને અર્ધ પરમાણુ શેષ રહે એ રીતની પરંપરોપનિધા સંભવતી નથી.
તેથી મૂળથી આરંભીને બીજી રીતે પરંપરોપનિધા વિચારે છે. તે આ પ્રમાણે– અસંખ્યાતભાગહાનિવાળી પહેલી અને છેલ્લી વર્ગણાની વચમાં રહેલી કેટલીક વર્ગણાઓ પહેલી વર્ગણાની અપેક્ષાએ અસંખ્યયભાગહીન છે, કેટલીક વર્ગણાઓ સંખ્યયભાગહીન છે, કેટલીક સંખ્ય ગુણહીન છે, કેટલીક અસંખ્ય ગુણહીન છે, અને કેટલીક અનન્તગુણહીન પરમાણુવાળી છે. આવી રીતે અસંખ્ય ભાગહાનિમાં પહેલી વર્ગણાની અપેક્ષાએ પાંચ હાનિઓ સંભવે છે.
સંખ્યયભાગહીન પરમાણુવાળી વર્ગણાઓમાં અસંખ્યયભાગહાનિ સિવાયની ચાર હાનિઓ સંભવે છે. તે આ પ્રમાણે–સંખ્યયભાગહાનિવાળી પહેલી અને છેલ્લી વણાની વચમાં રહેલી વર્ગણાઓમાંની કેટલીક વર્ગણાઓ તેની પહેલી વર્ગણાની અપેક્ષાએ સંખ્યયભાગહીન પરમાણુવાળી, કેટલીક સંખ્યયગુણહીન પરમાણુવાળી, કેટલીક અસંખ્ય ગુણહીન પરમાણુવાળી અને કેટલીક અનન્તગુણહીન પરમાણુવાળી વર્ગણાઓ છે.
સંખ્યયગુણહાનિમાં અસંખ્ય ભાગ અને સંખ્યયભાગહાનિ વર્જીને શેષ ત્રણ હાનિ સંભવે છે. તે આ પ્રમાણે–સંખ્યયગુણહાનિવાળી પહેલી અને છેલ્લી વર્ગણાની વચમાં રહેલ વર્ગણાઓમાંની કેટલીક વર્ગણાઓ તેની પહેલી વર્ગણાની અપેક્ષાએ સંખ્યયગુણહીન પરમાણુવાળી છે, કેટલીક સંખ્યયગુણહીન પરમાણુવાળી અને કેટલીક અનન્તગુણહીન પરમાણુવાળી વર્ગણાઓ છે.
અસંખ્ય ગુણહાનિમાં અસંખ્ય ગુણહાનિ અને અનંતગુણહાનિ એમ બે જ હાનિ સંભવે