________________
ઉદીરણાકરણ
- निद्दानिद्दाईणं पमत्तविरए विसुज्झमाणंमि । वेयगसम्मत्तस्स उ सगखवणोदीरणा चरिमे ॥७१॥
निद्रानिद्रादीनां प्रमत्तविरते विशुध्यमाने । वेदकसम्यक्त्वस्य तु स्वक्षपणोदीरणाचरमे ॥७९॥
અર્થનિદ્રાનિદ્રાદિ ત્રિકના મંદ રસની ઉદીરણા તીવ્ર વિશુદ્ધિવાળા પ્રમત્તવિરતને થાય છે. તથા વેદક સમ્યક્ત્વના મંદરસની ઉદીરણા તે પ્રકૃતિના ક્ષય કાળે છેલ્લી ઉદીરણા થાય ત્યારે થાય છે.
૫૪૯
ટીકાનુ—નિદ્રાનિદ્રા પ્રચલાપ્રચલા અને ત્યાનદ્ધિના જઘન્ય રસની ઉદીરણા વિશુદ્ધિવાળા-અપ્રમત્ત ગુણસ્થાનકને સન્મુખ થયેલા પ્રમત્ત સંયતને થાય છે. કેમ કે થીણદ્વિત્રિકનો ઉદય પ્રમત્ત ગુણસ્થાનક સુધી જ હોય છે.
તથા ક્ષાયિક સમયક્ત્વ ઉત્પન્ન કરતા પહેલાં મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય કરે, ત્યારબાદ સમ્યક્ત્વ મોહનીયનો ક્ષય કરતાં તેની જ્યારે સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં શેષ રહે ત્યારે થતી છેવટની ઉદીરણા કાળે સમ્યક્ત્વમોહનીયના જઘન્ય રસની ઉદીરણા થાય છે. અને તે ઉદીરણા ચારે ગતિમાંહેના કોઈપણ ગતિવાળા વિશુદ્ધ પરિણામી જીવને થાય છે, એમ સમજવું. કેમ કે સમ્યક્ત્વમોહનીયની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ સત્તામાં શેષ રહે અને આયુ પૂર્ણ થાય તો ગમે તે ગતિમાં જાય છે, અને અંતર્મુહૂર્ત પ્રમાણ તે સ્થિતિને ખપાવી નાખે છે. તે ખપાવતાં ખપાવતાં સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ રહે ત્યારે સમ્યક્ત્વમોહનીયની છેલ્લી ઉદીરણા થાય છે. અહીં જઘન્ય ઉદીરણા વિશુદ્ધ પરિણામીને લેવાની છે. ૭૧
सम्मपडिवत्तिकाले पंचण्हवि संजमस्स चउचउसु । सम्माभिमुो मीसे आऊण जहण्णठितिगोत्ति ॥ ७२ ॥
सम्यक्त्वप्रतिपत्तिकाले पञ्चानामपि संयमस्य चतसृ - चतसृणाम् । सम्यक्त्वाभिमुखो मिश्रस्य आयुषां जघन्यस्थितिक इति ॥७२॥
અર્થ—સમ્યક્તની પ્રાપ્તિ કાળે પાંચના, અને સંયમની પ્રતિપત્તિકાળે ચાર-ચારના જઘન્ય અનુભાગની ઉદીરણા થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિને સન્મુખ આત્મા મિશ્રની અને જઘન્ય આયુવાળા આયુની જઘન્ય રસોદીરણા કરે છે.
ટીકાનુ—સમ્યક્ત્વ અને અપિ શબ્દથી સંયમ બંનેની પ્રાપ્તિકાળે અર્થાત્ એક સાથે સમ્યક્ત્વ અને સંયમ પ્રાપ્ત કરે ત્યારે એટલે કે મિથ્યાત્વથી જ સમ્યક્ત્વ સાથે સર્વવિરતિ
૧. પહેલે ગુણસ્થાનકેથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ચોથે, સમ્યક્ત્વ સાથે જ દેશવિરતિ પ્રાપ્ત કરી પાંચમે અને સમ્યક્ત્વ સાથે જ સર્વવિરતિ પ્રાપ્ત કરી વચ્ચેનાં ગુણસ્થાનોને સ્પર્શ કર્યા સિવાય સર્વવિરતિ ગુણસ્થાનકે જઈ શકે છે. અહીં પહેલેથી છઠ્ઠ જનારને તીવ્ર વિશુદ્ધિ હોય છે, એટલે પહેલાના અંતે ઉપરોક્ત પાંચ પ્રકૃતિના જઘન્ય અનુભાગની ઉદીરણા થઈ શકે છે.