SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ પંચસંગ્રહ-૨ कक्खडगुरुसंघयणा थीपुमसंटाणतिरिगईणं च । पंचिंदिओ तिरिक्खो अट्ठमवासेट्ठवासाऊ ॥६३॥ . कर्कशगुरुसंहननानां स्त्रीपुरुषसंस्थानतिर्यग्गतीनां च ।। पंचेन्द्रियस्तिर्यक् अष्टमवर्षे अष्टवर्षायुः ॥६३॥ અર્થ-કર્કશ, ગુરુ, પાંચ સંઘયણ, સ્ત્રીવેદ, પુરુષવેદ, ચાર સંસ્થાન અને તિર્થગ્ગતિનામના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી આઠ વર્ષના યુવાનો અને આઠમે વર્ષે વર્તમાન તિર્યપંચેન્દ્રિય છે. ટીકાનુ-કર્કશ અને ગુરુસ્પર્શ, પહેલા સિવાયનાં પાંચ સંઘયણ, સ્ત્રી અને પુરુષવેદ, પહેલા અને છેલ્લા સિવાયના ચાર સંસ્થાન અને તિર્યગ્ગતિનામ સઘળી મળી ચૌદ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી આઠ વરસના આયુવાળો અને આઠમે વરસે વર્તમાન સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય છે. ૬૩ तिगपलियाउ समत्तो मणुओ मणुयगतिउसभउरलाणं । पज्जत्ता चउगइया उक्कोस सगाउयाणं तु ॥६४॥ त्रिपल्यायुः समाप्तो मनुजो मनुष्यगति-ऋषभोरलानाम् । पर्याप्ताश्चतुर्गतिका उत्कृष्टां स्वायुषां तु ॥६४॥ અર્થ–ત્રણ પલ્યોપમના આયુવાળી પર્યાપ્ત મનુષ્ય મનુષ્યગતિ, વજઋષભનારાચ સંઘયણ અને ઔદારિક સપ્તકના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કરે છે. તથા ચારે ગતિના પર્યાપ્તા પોતપોતાના આયુના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કરે છે. ટીકાનુ–ત્રણ પલ્યોપમના આયુવાળો, સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત અને સર્વવિશુદ્ધ પરિણામવાળો મનુષ્ય મનુષ્યગતિ, વજઋષભનારાચસંઘયણ અને ઔદારિક સપ્તકના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કરે છે. તથા પોતપોતાના આયુની ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતા અર્થાતું ઉત્કૃષ્ટ આયુવાળા ચારે ગતિના પર્યાપ્તા આત્માઓ પોતપોતાના આયુની ઉત્કૃષ્ટ ઉદીરણા કરે છે. તેમાં ત્રણ આયુની વિશુદ્ધ પરિણામવાળો અને નારકાયુની સર્વ સંક્લિષ્ટ પરિણામી નારકીઓ પોતપોતાના આયુની ઉત્કૃષ્ટ અનુભાગોદીરણાના સ્વામી સમજવા. ૬૪ हस्सट्टिई पज्जत्ता तन्नामा विगलजाइसुहुमाणं । थावरनिगोयएगिदियाणमिह बायरा नवरं ॥६५॥ हुस्वस्थितिकाः पर्याप्तास्तन्नामानो विकलजातिसूक्ष्माणाम् । स्थावरनिगोदैकेन्द्रियाणामिह बादरा नवरम् ॥६५॥ અર્થ–વિકલેન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સ્થાવર, સાધારણ અને એકેન્દ્રિયજાતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા જઘન્ય આયુવાળા પર્યાપ્તા તે તે નામવાળા જીવો કરે છે. પરંતુ સ્થાવર, સાધારણ અને એકેન્દ્રિયજાતિ નામકર્મના માત્ર બાદર જાણવા.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy