________________
ઉદીરણાકરણ
૫૧૧
ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે થાય છે. અને તે સમયપર્યંત થતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયની સઘળી અજઘન્ય સ્થિત્યુદીરણા છે. તે અનાદિકાળથી પ્રવર્તે છે માટે અનાદિ, અભવ્યને અનંત, અને ભવ્યને સાંત છે. તથા તૈજસસપ્તક આદિ નામકર્મની તેત્રીસ પ્રકૃતિઓની જઘન્યસ્થિત્યુદીરણા સયોગીકેવલીને ચરમ સમયે થાય છે, તે એક સમય પર્યંત થતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયની અન્ય સઘળી અજઘન્ય સ્થિત્યુદીરણા છે. અને તે અનાદિકાળથી પ્રવર્તે છે માટે અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત છે.
ઉપરોક્ત મિથ્યાત્વાદિ અડતાળીસ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ અને જઘન્યરૂપ શેષ વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે—ઉપરોક્ત સઘળી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિત્યુદીરણા ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તમાન મિથ્યાર્દષ્ટિને કેટલોએક કાલ (અંતર્મુહૂર્ત) હોય છે ત્યારબાદ સમયાન્તરે—કાળાન્તરે (અંતર્મુહૂર્ત બાદ) અનુત્કૃષ્ટ, આ પ્રમાણે વારાફરતી ઉત્કૃષ્ટ—અનુત્કૃષ્ટ ઉદીરણા પ્રવર્તતી હોવાથી સાદિ-સાન્ત છે. અજઘન્ય ઉદીરણા કહેવાના પ્રસંગે જઘન્યસ્થિત્યુદીરણા સાદિ-સાંત ભાંગે પહેલાં કહી ગયા છે.
તથા શેષ અવોદયી એકસો દશ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય એ સઘળા વિકલ્પો તેઓ અવોદયી હોવાથી જ સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. II૨૭ના આ પ્રમાણે સાઘાદિ ભંગની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વ અને અહ્વાચ્છેદને પ્રતિપાદન કરવા આ સૂત્ર કહે છે.
सामित्तद्धाछेया इह ठिइसकमेण तुल्लाओ ।
बाहुल्लेण विसेसं जं जाणं ताण तं वोच्छं ॥ २८ ॥
स्वामित्वाद्धाच्छेदौ इह स्थितिसंक्रमेण तुल्यौ ।
बाहुल्येन विशेषो यो यासां तासां तं वक्ष्ये ॥२८॥
અર્થ—અહીં સ્વામિત્વ અને અહ્વાચ્છેદ ઘણે ભાગે સ્થિતિસંક્રમની તુલ્ય છે. અહીં જેના સંબંધમાં જે વિશેષ છે, તેના સંબંધમાં તે હું કહીશ.
ટીકાનુ—અહીં સ્થિતિ ઉદીરણાના વિષયમાં ઉત્કૃષ્ટ કે જઘન્યસ્થિતિની ઉદીરણાનો સ્વામી કોણ છે તે, અને કેટલી સ્થિતિની ઉદીરણા થતી નથી અને કેટલીની થાય છે તે ઘણે ભાગે સ્થિતિ સંક્રમની તુલ્ય છે. એટલે કે જેમ પહેલાં સંક્રમણકરણમાં સ્થિતિસંક્રમના વિષયમાં જેટલી ઉત્કૃષ્ટ કે જધન્ય સ્થિતિનો સંક્રમ થાય અને જેટલી સ્થિતિનો સંક્રમ ન થાય તે રૂપ અદ્ધાચ્છેદ કહ્યો છે, તેમ અહીં ઉદીરણાના અધિકારમાં પણ બાહુલ્યથી ઘણે ભાગે જાણવો. માત્ર અહીં જે પ્રકૃતિઓના સંબંધમાં જે વિષય છે, તેઓના સંબંધમાં તે હું કહીશ. ૨૮
ઉત્કૃષ્ટ-જઘન્યસ્થિતિ ઉદીરણાનું સ્વામિત્વ આ ગાથામાં કહે છે— अंतोमुहूत्तहीणा सम्मे मिस्संमि दोहि मिच्छस्स । आवलिदुगेण हीणा बंधुक्कोसाण परमठिई ॥ २९ ॥