________________
૫૦૪
ઉદીરે છે.
પંચસંગ્રહ-૨
ટીકાનુ—નિદ્રા અને પ્રચલાની ઉદીરણા ક્ષીણમોહ ગુણસ્થાનની ચરમ આવલિકા શેષ ન રહે ત્યાં સુધી ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા જીવો જ્યારે તેનો ઉદય હોય ત્યારે ઉદીરણા કરે છે.
‘કર્મસ્તવ’ નામના પ્રાચીન બીજા કર્મગ્રંથના કર્તા આદિ કેટલાએક આચાર્ય મહારાજાઓ ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહગુણસ્થાનકે પણ નિદ્રાદ્વિકનો ઉદય માને છે, ઉદય હોય ત્યારે અવશ્ય તેની ઉદીરણા પણ હોય છે, માટે તેમના મતે અહીં ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તા થવાના કાળથી આરંભી ક્ષીણમોગુણસ્થાનકની ચરમાવલિકા શેષ ન રહે ત્યાં સુધી નિદ્રાદ્વિકની ઉદીરણા કહી છે.
‘સત્કર્મ’ નામના ગ્રંથના કર્તા આદિ કેટલાએક આચાર્ય મહારાજાઓ ક્ષપકશ્રેણી અને ક્ષીણમોહગુણસ્થાનકે વર્તમાન આત્માઓને છોડીને નિદ્રાદ્વિકનો ઉદય માને છે, તે ગ્રંથમાં કહ્યું છે કે, ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહગુણસ્થાનકે વર્તમાન આત્માઓને છોડી શેષ જીવોને નિદ્રાદ્વિકનો ઉદય હોય છે. તેમના મતે ક્ષપકશ્રેણિમાં વર્તમાન આત્માઓને છોડી શેષ ઉપશાંતમોહગુણસ્થાનક સુધીમાં વર્તમાન સઘળા આત્માઓને નિદ્રાદ્વિકનો ઉદય અને ઉદીરણા હોય છે.
કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૧૮મીમાં કહ્યું છે કે—જે સમયે ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તો થાય તેની પછીના સમયથી આરંભી ક્ષપકશ્રેણિ અને ક્ષીણમોહે વર્તતા આત્માઓને છોડીને (ઉપશાંતમોહ ગુણસ્થાન પર્યંત) શેષ સઘળા જીવો નિદ્રા અને પ્રચલાની ઉદીરણાના સ્વામી છે.’
તથા મિથ્યાદૃષ્ટિથી આરંભી પ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં વર્તમાન સર્ધળા આત્માઓ સાતાઅસાતાની ઉદીરણા કરે છે. અન્ય અપ્રમત્તાદિ ગુણસ્થાનકવર્તી આત્માઓ અતિવિશુદ્ધ પરિણામવાળા હોવાથી ‘તઘોગ્ય અધ્યવસાયના અભાવે બેમાંથી કોઈની ઉદીરણા કરતા નથી, માત્ર તેઓને સાતા-અસાતામાંથી એકનો ઉદય જ હોય છે.” ૧૯
अपमत्ताईउत्तरतणूयअस्संखयाउ वज्जेत्ता ।
सेसानिद्दाणं सामी सबंधगंता कसायाणं ॥२०॥
अप्रमत्ताद्युत्तरतन्वसंख्येयायुषः वर्ज ।
शेषनिद्राणां स्वामिनः स्वबन्धकान्ताः कषायाणाम् ॥२०॥
અર્થ—અપ્રમત્તાદિ, ઉત્તર તનુવાળા, અને અસંખ્યેય વર્ષાયુઓને છોડી શેષ જીવો શેષ નિદ્રાઓની ઉદીરણાના સ્વામી છે. જે કષાયોનો જ્યાં જ્યાં બંધ વિચ્છેદ થાય ત્યાં સુધીમાં વર્તતા આત્માઓ તે તે કષાયની ઉદીરણાના સ્વામી છે.
ટીકાનુ—અપ્રમત્તાદિ ગુણસ્થાનકવાળા, ઉત્તરતન્—વૈક્રિયશરીરી અને આહારકશરીરી, અને અસંખ્યેય વર્ષના આયુવાળા યુગલિક આત્માઓને છોડીને શેષ સઘળા જીવો શેષ ૧. અહિ ‘વૈક્રિય શરીરી’ એ પદથી દેવો, નારકીઓ તેમજ વૈક્રિય જેઓએ વિર્યું છે, તેવા મનુષ્ય, તિર્યંચો લેવાના છે.