________________
૪૮૮
પંચસંગ્રહ-૨
ઉત્તર——નિર્વ્યાઘાત અને વ્યાઘાત એમ સ્થિતિ ઉદ્ધત્તના બે પ્રકારે છે.
ત્યાં પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિની સમાન કે ઓછો નવો બંધ થાય ત્યારે નિર્વ્યાઘાત ઉદ્ભવત્તના હોય છે તેમાં કોઈ પણ સ્થિતિસ્થાનનાં દલિકોની ઉત્તના કરે ત્યારે તેની ઉપર આવલિકાગત સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરનાં સ્થિતિસ્થાનોમાં ગોઠવે છે. માટે જઘન્ય અતીત્થાપના આવલિકા અને બધ્યમાન લતાનાં અબાધાસ્થાનોમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત કોઈપણ સ્થિતિસ્થાનનાં દલિકોની ઉદ્ધત્તના કરી તે દલિકોને બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરની સ્થિતિઓમાં ગોઠવતો નથી. તેથી બધ્યમાન પ્રકૃતિની અબાધા સમાન ઉત્કૃષ્ટ અતીત્થાપના છે.
આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત આવલિકા પ્રમાણ સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનોની નીચેના પ્રથમસ્થિતિસ્થાનની ઉદ્ધત્તના થાય ત્યારે આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી તેની ઉપરના છેલ્લા આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને એ જ જઘન્ય નિક્ષેપ છે.
જ્યારે બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરના પૂર્વબદ્ધ પ્રથમ સ્થિતિસ્થાનનાં દલિકોની ઉદ્ધૃત્તના થાય ત્યારે આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી તેની ઉપરનાં બધાં સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને તે સમયાધિક આવલિકા સહિત અબાધા ન્યૂન ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ પ્રમાણ છે. અને તે જ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે.
પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી અધિક બંધ થાય ત્યારે વ્યાઘાત ઉર્જાના થાય છે. તેમાં જઘન્ય નિક્ષેપ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ નિક્ષેપ નિર્વ્યાઘાત ઉર્જાનાની સમાન હોય છે. અને પૂર્વબદ્ધ સત્તાથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક નવીન બંધ થાય ત્યારે જઘન્ય અતીત્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અતીત્થાપના નિર્વ્યાઘાત ઉદ્ધત્તનાની સમાન હોય છે.
પ્રશ્ન—૬. સ્થિતિ અપવર્તનાના કેટલા પ્રકારે છે ? અને તે દરેકમાં જધન્ય તથા ઉત્કૃષ્ટ અતીસ્થાપના તેમજ નિક્ષેપ કેટલો અને ક્યારે હોય ?
ઉત્તર—નિર્વ્યાઘાત અને વ્યાઘાત એમ સ્થિતિ અપવર્ત્તના પણ બે પ્રકારે છે.
બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સત્તાગત બધી સ્થિતિઓની સામાન્યથી હંમેશાં અપવર્ઝના ચાલુ હોય છે. તે નિર્વ્યાઘાત અપવર્તના કહેવાય છે. અને સ્થિતિઘાત થાય ત્યારે તેના દ્વિચરમ સમય સુધી નિર્વ્યાઘાત અને ચરમ સમયે વ્યાઘાત અપવર્ત્તના થાય છે. અર્થાત્ સ્થિતિઘાતના ચરમ સમયનું કે આખા સ્થિતિઘાતનું જ બીજું નામ વ્યાઘાત અપવર્ત્તના છે.
નિર્વ્યાઘાત અપવર્તનામાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની અપવર્ત્તના થાય ત્યારે સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય અતીત્થાપના હોય છે. અને તેની નીચેના શરૂઆતના સમયાધિક આવલિકાના ત્રીજા ભાગના સમયપ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે તેમજ સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનની અપવર્ત્તના થાય ત્યારે આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો ઉત્કૃષ્ટ અતીસ્થાપના હોય છે. અને તેની નીચેનાં બધાં સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. તેથી તે વખતે સમયાધિક બે આવલિકા ન્યૂન સંપૂર્ણ